Gujarat માં વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે નાણાં મંત્રી કનુ દેસાઈએ બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરી હતી.
રાજ્યના વહીવટી માળખા વ્યાપક સમીક્ષા અને વહીવટનો સમગ્રલક્ષી અભ્યાસ કરી તેમાં સુધારા સૂચવવા અને જરૂરી ફેરફાર કરવા માટે અવકાશ છે કે કેમ તેની વિચારણા કરવા પંચની રચના કરવામાં આવી છે.
આપણ વાંચો: Gujarat ના બજેટમાં પેન્શનરોને મળી મોટી રાહત, હવે હયાતીની ખરાઈ માટે ધક્કા નહિ ખાવા પડે
સુધારણા પંચમાં અધ્યક્ષ તરીકે હસમુખ અઢિયા
રાજ્યમાં વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફારો કરવા માટે રચાનારા વહીવટી સુધારણા પંચમાં અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર હસમુખ અઢિયા ઉપરાંત અન્ય પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરાશે.
તેમાં સભ્ય તરીકે મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ /સચિવ(કર્મચારીગણ પ્રભાગ) GAD,અધિક મુખ્ય સચિવ /અગ્ર સચિવ/સચિવ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ નાણાં વિભાગ તથા સભ્ય સચિવ તરીકે અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ (વહીવટી સુધારણા, તાલિમ પ્રભાગ અને એન.આર.આઈ.) GADની નિમણૂક થશે.
આપણ વાંચો: ગુજરાતમાં Metro Rail સેવા મુદ્દે બજેટમાં કરાઇ આ મોટી જાહેરાત, જાણો વિગતે
સરકારને ભલામણો રજૂ કરશે
આ ગુજરાત વહીવટી સુધારણા પંચ વહીવટી અને શાસન માળખું, માનવશક્તિનું તર્કસંગતીકરણ અને માનવ સંસાધન વ્યવસ્થાપન, નાણાકીય વ્યવસ્થાપન અને સંસાધન ઓપ્ટિમાઈઝેશન, વિકેન્દ્રિકરણ અને સ્થાનિક શાસન, ટેક્નોલોજી અને નવીનતાનો ઉપયોગ, દેખરેખ અને મૂલ્યાંકન માળખાનો અભ્યાસ કરી તે અંગે વિચારણા કરીને સરકારને ભલામણો રજૂ કરશે.