અમદાવાદટોપ ન્યૂઝ

IPL 2025: આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, જાણો કયા રસ્તા બંધ રહેશે અને મેટ્રોની વ્યવસ્થા…

અમદાવાદ: શહેરમાં આજરોજ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે આઈપીએલ 2025ની મેચ રમાવવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાનારી આ મેચને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગની માહિતી આપવામાં આવી છે. શહેરમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે આજે અમદાવાદનું હવામાન સુકૂં રહેવાની આગાહી કરવામાં આવી છે.

મેટ્રો ટ્રેન સવારના 6.20 વાગ્યાથી મધ્યરાત્રિના 12.30 વાગ્યા સુધી

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે 25મી માર્ચ અને આગામી 29મી માર્ચ, 9મી એપ્રિલ, 2જી મે અને 14થી મેના રોજ IPL ની ડે-નાઈટ ક્રિકેટ મેચો રમાવવાની છે. GMRC એ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6.20 વાગ્યાથી રાત્રિના 12.30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:આશુતોષની આતશબાજીએ દિલ્હીને જિતાડ્યુંઃ લખનઊના પૂરન-માર્શની ફટકાબાજી પાણીમાં ગઈ…

ઉપર જણાવેલ તારીખો દરમિયાન અમદાવાદમાં મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12.30 વાગ્યા સુધીના લંબાયેલા સમય દરમિયાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી દર 6 મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે. મોટેરા મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો ઉપડવાનો સમય મધ્યરાત્રિના 12.30 વાગ્યાનો રહેશે.

આજે આ રૂટ બંધ રહેશે

અમદાવાદ શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

મેટ્રોમાં જવું હોય તો આ વાંચો

અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે 6.20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી રાત્રિના 12.30 વાગ્યા સુધીના લંબાયેલા સમય દરમિયાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોની બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે. આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે ઉપર દર્શાવેલ IPL મેચોના દિવસોમાં મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે.

આ પણ વાંચો:શ્રેયા ઘોષાલ અને દિશા પટનીએ ઓપનિંગ સેરેમનીના પર્ફોર્મન્સ માટે કેટલી ફી લીધી?

મેટ્રોનો સમય અને ભાડું કેટલુ

સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. 50 રહેશે, જેનો ઉપયોગ લંબાયેલા સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોની બંને લાઇન પરના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી માટે થઈ શકશે. રાત્રિના 10.00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે. સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button