અમદાવાદ

ગુજરાત એસટી બસની મુસાફરી મોંઘી થશેઃ બસના ભાડાંમાં દસ ટકાનો વધારો ઝિંકાયો

અમદાવાદ: ગુજરાતમાં સામાન્ય માણસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ભાડામાં 10% નો વધારો (bus fares increase) ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજ મધ્યરાત્રીથી જ અમલ થશે. નિયમ અનુસાર 68% ના ભાવ વધારો સૂચવાયો હતો પરંતુ તેની સામે માત્ર 10% નો જ વધારો આપવામાં આવ્યો છે.

બસ સેવાનાં ભાડાંમાં 10 ટકાનો વધારો

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા બસ ભાડાને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમે બસ સેવાનાં ભાડાંમાં 10 ટકાનો વધારો કર્યો છે અને આ ભાવ વધારાનો અમલઆજે મધ્યરાત્રિથી જ કરવામાં આવશે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે.

આપણ વાંચો: Gujaratમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈ-ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરાશે

કેટલો થશે વધારો?

એસટીનાં આ ભાવ વધારાથી લોકલ સર્વિસમાં દરરોજ અંદાજીત 10 લાખ જેટલા મુસાફરો લોકલ સર્વિસમાં મુસાફરી કરે છે તેમને 48 કી.મી. સુધીની મુસાફરીમાં રૂ.1 થી રૂ.4 સુધીનો ભાડા વધારો થશે. આથી લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરો કે કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો છે તેમને આ ભાડા વધારાથી વિશેષ અસર નહીં થાય.

તબક્કાવાર ભાડા વધારોનો નિર્ણય

એસટી નિગમનાં જણાવ્યા અનુસાર વર્ષ – 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ બાદ 68% જેટલો ભાડા વધારો કરવાનો થતો હતો, પરંતુ મુસાફરોને એકી સાથે ભારણ ન પડે તે ધ્યાને લઈ તબક્કાવાર ભાડા વધારોનો નિર્ણય કર્યો હતો અને આથી 1 ઓગષ્ટ 2023 ના રોજ 25% ભાડા વધારાનો અમલ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button