અમદાવાદ

ગુજરાતનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ હબ: 16 માળનું ભવ્ય અમદાવાદ રેલવે સ્ટેશન ક્યારે થશે તૈયાર?

અમદાવાદઃ અમદાવાદમાં અનેક નવા પ્રોજેક્ટો પર કામ ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ રેલવે સ્ટેશન (Ahmedabad Railway Station)નો સારો એવો વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર આધુનિક 16 માળની મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ (multimodal transport hub in Ahmedabad) ઇમારત બનાવવામાં આવી રહી છે. અમદાવાદ રેલવે સ્ટેશનને મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનું કામ 2027 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. મહત્વની વાત એ છે કે, આ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ હબ બની જવાનું છે. અત્યારે આ પ્રોજેક્ટ પર ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે. અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ પ્રવાસીઓને મળશે, જેથી અવરજવર કરવામાં કોઈ મુશ્કેલી પડે નહીં.

16 માળના હબમાં તમામ પ્રકારની સુવિધાઓ જોવા મળશે

અમદાવાદ રેલવે સ્ટેશનનું આ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તેની ડિઝાઇન, ઇમારત અને સુવિધાઓના કારણે અલગ ઊભરી આવશે. આ ટ્રાન્સપોર્ટ હબ સંપૂર્ણ રીતે અત્યાધુનિક હશે તેવું પણ જાણવા મળ્યું છે. આ માત્ર રેલવે સ્ટેશન નથી, અહીં મુસાફરો, પ્રવાસીઓ અને શહેરવાસીઓ માટે ખાસ સુવિધાઓ રહેવાની છે. 16 માળના ટ્રાન્સપોર્ટ હબમાં વિશાળ પાર્કિગ વ્યવસ્થા, ઓફિસ એરિયા, વેપાર ક્ષેત્ર અને મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ સામેલ હશે. આ સ્ટેશનને એવી રીતે બનવામાં આવ્યું છે કે, જેમાં બુલેટ ટ્રેન, રેલવે, મેટ્રો અને બસ જેવી સેવાઓ એક જ સ્થળેથી મળી રહેશે. મુસાફરે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેવી સુવિધાઓથી આ સ્ટેશનને સજ્જ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ ડિવિઝનના રેલવે સ્ટેશનોને મળશે રેલ કોચ રેસ્ટોરાં, કેવી હશે સુવિધા?

મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં અમદાવાદની વિરાસત દેખાશે

સૌથી મહત્વની વાત એ છે કે, આ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં અમદાવાદની વિરાસત જોવા મળશે. બહારનું સ્ટ્રક્ટર અને અંદરની વાસ્તુકલામાં હેરિટેજ સિટીની ઝાંખીના દર્શન થશે. આ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ અમદાવાદની ઐતિહાસિક ઓળખ બનશે તેવા પણ દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. પશ્ચિમ રેલવેના ડીઆરએમનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ પીએમ મોદીના દૂરંદેશી વિકાસ વિચારનું પરિણામ છે. પીએમ નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે, 16 માળનું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ જેવું રેલવે સ્ટેશન બનાવવામાં આવે. તેમનો આ વિચાર અત્યારે ફળીભૂત થઈ રહ્યો છે.

સ્ટેશનની આસપાસના વિસ્તારને પણ વિકસિત કરાશે

પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે આ સ્ટેશન શહેરના દરેક વિસ્તારથી જોડાય જેના કારણે કોઈ પણ મુસાફરને અહીં પહોંચવા માટે મુશ્કેલીનો સામનો ના કરવો પડે. સુવિધાઓ માટે તમામ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ રેલવે સ્ટેશન પર ટિકિટ માટે નહિ લાગે લાંબી લાઇન; રેલવેએ આપી નવી સુવિધા

અમદાવાદના કોઈ પણ વિસ્તારમાંથી અહીં પહોંચવાની સુવિધાઓ પણ જોવા મળશે કારણ કે, આ સ્ટેશનને મેટ્રો સાથે પણ જોડવામાં આવ્યું છે.

ઉપરાંત, અહીંના રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારને પણ વિકસિત કરવામાં આવશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટના કારણે શહેરના આર્થિક વિકાસ સાથે વેપાર અને પ્રવાસનમાં પણ વૃદ્ધિ થવાની છે. આ સ્ટેશન પર આંતરરાષ્ટ્રીય સ્તરનુ સુવિધાઓ હશે તેવું પણ જાણવા મળ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button