
અમદાવાદ: એક બાદ એક રેકોર્ડ તોડ્યા બાદ સોના ચાંદીની કિંમતો ઘડાટો નોંધાય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તહેવારોની સીઝન પૂર્ણ થતાની સાથે ઉત્તરોતર સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુરુવારે વૈશ્વિક બજારમાં પણ કિંમતી ધાતુઓ નીચી આવી, જેની અસર ભારતીય બજારોમાં જોવા મળી. નફાવસૂલી અને અમેરિકન મોંઘવારીના ડેટા આવવાને કારણે સોના ચાંદીની કિંમતો નોંધપાત્ર ઘટાડો થયો છે.
જાણવી દઈએ કે, અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 1,25,900 છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમતો 1,15,410 પ્રતિ 10 ગ્રામ નોંધઈ હતી. મુંબઈ-દિલ્હીમાં 24 કેરેટ ₹1,26,000ની આસપાસ છે. તો ચાંદી ₹1,60,000 પ્રતિ કિલોની કિંમતે વેચાઈ રહી છે. MCX પર વાયદામાં ગેપ-ડાઉન ઓપનિંગ પછી સોનું ₹1,22,895 (+₹1000) અને ચાંદી ₹1,46,655 (+₹1100) પર પહોંચી.
નિષ્ણાતો કહે છે કે રેકોર્ડ ઉછાળા પછી રોકાણકારો નફો બુક કરી રહ્યા છે. જેના કારણે કિંમતોમાં નોંધપાત્ર ઘડાટો થઈ રહ્યો હતો. જ્યારે રિશયા-યુક્રેન યુદ્ધના સમાપ્ન જેવા ભૌગોલિક તણાવો ઘટતા પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. હાલ શુક્રવારે આવનારા અમેરિકન CPI ડેટા પર બજાર નજરી માંડી બેઠું છે.
ટૂંકા ગાળાના ઘટાડા છતાં વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે મધ્યમ ગાળામાં ભાવ વળાંકી શકવાની સંભાવના નિષ્ણાંતો સેવી રહ્યા છે. રોકાણકારોને સલાહ છે કે ઘટાડાને ખરીદીની તક માને.
આ પણ વાંચો…દિવાળી બાદ સોનાના ભાવ તૂટ્યા; આ કારણે થઇ રહ્યો છે ઘટાડો