અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં એક દાયકામાં એન્જિનિયરિંગમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધી, વિદ્યાર્થીઓ ઘટ્યા

અમદાવાદઃ ગુજરાતમાં એન્જિનિયરિંગમાં એક નવી પેટર્ન જોવા મળી છે. છેલ્લા એક દાયકામાં આ ક્ષેત્રમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધી હતી, જ્યારે વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો થયો હતો. ધો. 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ કરતી વિદ્યાર્થિનીઓની સંખ્યા 2015માં 16 ટકા હતી તે 2025માં વધીને 28 ટકા પર પહોંચી હતી. જ્યારે વિદ્યાર્થીઓના એનરોલમેન્ટમાં આશરે 13 ટકા ઘટાડો થયો હતો.

આ બદલાવ કે પરિવારો મહિલાઓના વ્યાવસાયિક શિક્ષણને કેવી રીતે જુએ છે અને તેમાં વ્યાપક ફેરફારો થયા હોવાનું બતાવવે છે. આ ઉપરાંત કોલેજો હવે નાના નગર અને જિલ્લા, તાલુકા સ્તરે પહોંચી ગઈ છે, જેનાથી વ્યાવસાયિક અભ્યાસક્રમો સુલભ બન્યા છે. પહેલા વિદ્યાર્થિનીઓ અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં દૂરના શહેરમાં ભણવા જવાનું ટાળતી હતી અથવા તેમના માતા-પિતા દૂર મોકલવા સહમત થતા નહોતા.

એસીપીસીના આંકડા મુજબ, પ્રવેશ પ્રક્રિયામાં નોંધણી કરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2015 માં 84 ટકા હતી તે ઘટીને 2025 માં 71.66 ટકા થઈ હતી, જે લગભગ 13 ટકા પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. સમગ્ર ગુજરાતમાં વધુ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજો ખૂલવાથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે. ઉપરાંત રાજ્યમાં યુનિવર્સિટીઓ અને ખાનગી સંસ્થાઓ અનેક ગણી વધી ગઈ છે, જે નગરો અને જિલ્લાઓ સુધી પહોંચી છે, તેથી વિદ્યાર્થિનીઓ પણ મોટા પ્રમાણમાં એડમિશન લઈ રહી છે.

થોડા વર્ષો પહેલાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અન્ય શહેરોમાં મુસાફરી કરવી અને સ્થળાંતર કરવું એક પડકાર માનવામાં આવતું હતું, જે હવે છોકરી ઉમેદવારો માટે ઓછું થયું હોય તેમ લાગે છે. આના પરિણામે વધુ વિદ્યાર્થિનીઓ ઉચ્ચ શિક્ષણ માટે અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી તાલુકા, જિલ્લા મથકો સુધી જઈ રહી છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, વિદ્યાર્થિનીઓ હવે મિકેનિકલ, સિવિલ એન્જિનિયરિંગ જેવી કોર એન્જિનિયરિંગ શાખાઓમાં પણ પ્રવેશ લઈ રહી છે. પરંતુ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ જેવી એન્જિનિયરિંગ શાખાઓ પણ વધુ રસ દાખી રહી છે. પહેલા વિદ્યાર્થિનીઓ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, આઈસીટી અને ડેટા સાયન્સમાં પ્રવેશ લેતી હતી.

ગુજરાતમાં છેલ્લા એક દાયકાનો એન્જિનિયરિંગ ટ્રેન્ડ

આ પણ વાંચો…મુંબઈમાં વધુ એક મેટ્રો માટે મહત્ત્વના સમાચાર, એન્જિનિયરિંગ ક્ષેત્રે કરી કમાલ

    દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
    Back to top button