સૌથી સુરક્ષિત શહેર અમદાવાદમાં સગીરા પર સામુહિક બળાત્કાર, 4 નરાધમોની ધરપકડ

અમદાવાદ: શહેરમાં સગીરા પર સામુહિક બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. અહેવાલ મુજબ શાહીબાગ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા પર તેની જ સોસાયટીમાં રહેતા પરિચિત યુવકે તેના મિત્રો સાથે બળજબરી કરી હતી. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે.
નોંધનીય છે કે અમદાવાદને દેશના સૌથી સુરક્ષિત શહેરનો એવોર્ડ આવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં શહેરમાં ગંભીર ગુનાહિત ઘટનાઓ બની રહી છે. એવા સગીરા પર સામુહિક બલાત્કારનો કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
અહેવાલ મુજબ સગીરા પર 4 મહિના પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, પરંતુ એ સમયે ડરના કારને સગીરાએ કઇ જાહેર કર્યું ન હતું. સગીરાએ પરિવારને બધી વાત કરતા ઘટના જાણમાં આવી હતી. પરિવારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તુરંત કાર્યવાહી કરતા પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી છે. SC, ST સેલ આ કેસની આગળની તપાસ કરી રહી છે.
સગીરાને આપી હતી ધમકી:
કેસની જાણકારી મુજબ સગીરા યુવકને ઓળખાતી હતી. ચાર મહિના અગાઉ યુવકે સગીરાને તેના ઘરે બોલાવી હતી, ત્યાર બાદ ત્રણ મિત્રો મળીને સગીરા પર દુષ્કર્મ આચાર્યું હતું. યુવકોએ સગીરાને એવી ધમકી આપી હતી કે તે કોઈને જાણ કરશે તો પરિણામ સારું નહીં આવે.
સગીરાએ યુવકોના ડરથી કોઈને જાણ ન કરી, પરંતુ આઘાતને કારણે તેની વર્તણુક બદલાઈ ગઈ. સગીરાએ બોલવાનું ખુબ જ ઓછું કરી નાખ્યું, તે ગુમસમ રહેવા લાગી, સગીરા શાળામાં પણ રજાઓ પડવા લાગી.
ચિંતાને કારણે પરિવારે સગીરા સાથે વાત કરી ત્યારે સમગ્ર હકીકત સામે આવી. પરિવારે બનાવ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ઘટનામાં સામેલ યુવકો વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો…સગીર વિદ્યાર્થિની પર બળાત્કાર કરનાર ટ્યૂશન ટીચર પકડાયો: ગર્ભપાત વખતે પીડિતાનું મૃત્યુ