અમદાવાદ

Gandhinagar માં ઈન્સ્ટાગ્રામ મેસેજ પરથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, હત્યારાની ધરપકડ

અમદાવાદ: ગુજરાતના ગાંધીનગરના(Gandhinagar)માણસા તાલુકાના ધોળાકુવા વિસ્તારમાં એક ચોંકાવનારો ઘટના ઘટી છે.આ સમગ્ર ઘટનાની મળેલી વિગત મુજબ આક્રોશમાં આવીને એક યુવકે તેની મંગેતરને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરનાર અન્ય યુવકની ઘાતકી હત્યા કરી નાંખી છે. જેમાં શનિવારે ધોળકૂવા ગામ નજીકથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેનો ભેદ ઈન્સ્ટાગ્રામ મેસેજ પરથી ગાંધીનગર પોલીસે ઉકેલી નાખ્યો છે અને હત્યા કરનાર યુવક અને તેના સગીર મિત્રની ધરપકડ કરી છે.

રાહુલ અને તેના સગીર મિત્રની ધરપકડ

આપણ વાંચો: અમદાવાદમાં ગૌહત્યા-ગૌમાંસ વેચવાનો આરોપઃ પુરાવાના અભાવે પાંચ જણ નિર્દોષ

આ સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર યુવક દશરથ શનિવારે મોડી રાત સુધી ઘરે પરત ફર્યો ન હતો, ત્યારબાદ તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી પરંતુ તેની લાશ મળી આવી હતી. આ અંગે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ તપાસ બાદ પોલીસે સિહોલી ગામના રાહુલને પકડી લીધો હતો અને ત્યારબાદ સમગ્ર ભેદ ઉકેલાયો હતો. ગાંધીનગર પોલીસે જણાવ્યું કે દશરથની હત્યાના કેસમાં રાહુલ અને તેના સગીર મિત્રની ધરપકડ કરવામાં આવી છે.

દશરથ રાહુલની મંગેતરને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરતો

આ કેસમાં મળતી વિગતો મુજબ દશરથ રાહુલની મંગેતરને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરતો હતો. રાહુલ પાસે તેની મંગેતરના એકાઉન્ટનો પાસવર્ડ પણ હતો એટલે તેણે તે ચેક કરીને દશરથને મેસેજ કરીને મળવા બોલાવ્યો હતો. તેણે દશરથને સમજાવ્યું કે તેણે તેની મંગેતરને સંદેશા મોકલવા જોઈએ નહીં. પરંતુ દશરથે તેમ કરવાની ના પાડી અને કહ્યું કે તે જે ઈચ્છે તે કરી શકે છે પરંતુ સંદેશાઓ બંધ થશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button