Gandhinagar કોર્પોરેશને 27 મંદિરો તોડવા નોટિસ પાઠવી, હિંદુ સંગઠનોની આંદોલનની ચીમકી

અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે ઉભા કરાયેલા ધાર્મિક દબાણોને તોડવા માટે અનેક જગ્યાએ ઝૂંબેશ ચાલી રહી છે. ગાંધીનગર(Gandhinagar) કોર્પોરેશને 27 મંદિરો તોડવા માટે નોટીસો પાઠવતા હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. કોઈપણ પ્રકારની કાર્યવાહી થશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરમાં 27 જેટલા મંદિરોને તોડવા માટે મહાનગરપાલિકાએ નોટીસો પાઠવી હતી. મંદિરોને આ નોટીસ મળતાં ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોએ એકઠા થઈને બેઠકો શરૂ કરી હતી. આ મંદિરોના ટ્રસ્ટીઓ અને હિંદુ સંગઠનોએ ગાંધીનગર કલેક્ટરને આવેદન આપીને નોટીસો પરત ખેંચવા માટે રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું.
હિંદુ સંગઠનોએ આ મંદિરો દૂર કરવાની કાર્યવાહી થશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આપણ વાંચો: Dwarka ના 32 ગામમાં અનઅધિકૃત દબાણો સાથે 106 ધાર્મિક દબાણો દૂર કરવા નોટિસ…
મંદિરોને તોડવાની નોટીસો મુદ્દે સોમવારે બેઠક કરશે
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ મંદિરોને તોડવાની નોટીસો મુદ્દે સોમવારે બેઠક કરશે. મંદિરોના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ સાથે ભારત માતા મંદિર ખાતે સોમવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુદ્દે મુખ્યપ્રધાન અને ગૃહરાજ્યપ્રધાનને પણ રજૂઆત કરવામાં આવશે તેવું હિંદુ સંગઠનોના કાર્યકરો દ્વારા જાણવા મળ્યું હતું.