અમદાવાદ

ગાંધીનગરમાં ACBનો સપાટો: CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ ૩૦ લાખ લેતા રંગેહાથ પકડાયા

અમદાવાદઃ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ 15 ડિસેમ્બર સોમવારે ગાંધીનગરમાં છટકું ગોઠવીને પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ગાંધીનગરમાં CID ક્રાઇમ, CI સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલને રૂ.30 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

ACBના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેણે લાંચ આપવાનો ઇનકાર કરી ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ અનુસાર, CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં કોલ સેન્ટરના એક ગુનામાં કોઈ કાર્યવાહી ન કરવા બદલ ફરિયાદી પાસે રૂ.30 લાખની લાંચની માંગ કરવામાં આવી હતી.

આપણ વાચો: સુરતમાં આકરણી વિભાગના બે કલાર્ક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ ફરિયાદના આધારે ACBએ 15 ડિસેમ્બરના રોજ ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપી આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ બાબુભાઇ દેસાઇએ ફરિયાદી સાથે રૂબરૂ મુલાકાત કરી લાંચની રકમ સ્વીકારી હતી.

તપાસમાં બહાર આવ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયામાં પોલીસ ઇન્સપેક્ટર પેથાભાઇ કરમશીભાઇ પટેલની સહમતિ અને સંડોવણી પણ હતી, જેના કારણે બંને આરોપીઓ પર ભ્રષ્ટાચારનો ગુનો લાગુ કરવામાં આવ્યો હતો.

ACBની ટીમે સરગાસણ વિસ્તારમાં સ્વાગત સિટી મોલથી આગળ આવેલી ‘ધ ઓફિસીસ – હરી ગ્રુપ’ નામની નવી બનતી સાઇટ સામે જાહેર રોડ પર ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન પોલીસે 30 લાખ રૂપિયા કબ્જે કર્યા હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button