અમદાવાદટોપ ન્યૂઝ

AMC સંચાલિત સ્કૂલોમાં ધો.10 સુધી મળશે ફ્રી શિક્ષણ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન (AMC) દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી આગામી સત્રથી બાલવાટિકાથી લઈ ધો.10 સુધી ફ્રી શિક્ષણ આપવામાં આવશે. એએમસીના આ નિર્ણયથી આર્થિક રીતે નબળા વાલીઓને મોટી રાહત મળશે.

પુસ્તકોથી લઈ ગણવેશ સહિતની સુવિધા વિનામુલ્યે મળશે
હાલ શહેરમાં એએમસી સંચાલિત ધો. 1થી 8ની 400થી વધારે શાળાઓ છે. આગામી સમયમાં ધો. 9 અને 10ના વર્ગો શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. જેથી બાલવાટિકાથી માંડીથી ધો. 10 સુધી ફી શિક્ષણ મળશે. કોર્પોરેશનના આ નિર્ણયથી વાલીઓના માથેથી શિક્ષણનો આર્થિક બોજો ઘટી જશે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઈ ગણવેશ સહિતની સુવિધા વિનામુલ્યે મળશે.

શરૂઆતમાં 7 ઝોનમાં શરૂ કરાશે શાળા
ઉલ્લેખનીય છે કે હાલમાં 7 ઝોનમાં સાત શાળાઓ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ શાળાઓ શરૂ કરાશે. સ્કૂલ બોર્ડ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે.

થોડા દિવસ પહેલા ગુજરાત સરકારે શિક્ષણના અધિકાર અધિનિયમ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આરટીઈ એક્ટમાં આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ આરટીઈ પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખ સુધી મર્યાદિત હતી. પરંતુ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવાનો નિર્ણય કર્યો હતો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. આરટીઈ પ્રવેશ પ્રક્રિયા 2025 માટે આવક સ્લેબમાં સુધારો થતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button