ગુજરાતમાં બીજા દિવસે પણ અસામાજિક તત્વોના મકાન પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર…

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠી છે. પોલીસે 100 કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા સાત હજારથી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજચોરી કરતા હોય તેની સામે બુધવારથી જ એકશન લેવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં સતત બીજા દિવસે અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી કાયદાના ઉડ્યા લીરેલીરા, ભદ્રમાં પોલીસની હાજરીમાં જ થઈ ઝપાઝપી
રાજ્યમાં ગુરુવારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત ગુનેગારોએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. દરમિયાન તંત્રની આ કામગીરી આજે પણ યથાવત રહી છે. અમદાનવાદના પોશ વિસ્તાર ગણાતા અને કરોડપતિ આરોપી એવા ગિરીશ ઉર્ફે ટોમી પટેલના અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડવા માટેની નોટિસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી.
ગ્રીનફિલ્ડ સોસાયટીમાં 40 નંબરના બંગલામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને તેને ભાડે આપવામાં આવ્યો હતો. આ બંગલામાં ગેરકાયદે રીતે સ્ટુડિયો જેવું ઊભું કરી બાંધકામ કરવામાં આવ્યું હતું. નોટિસ મળતાની સાથે જ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેને દૂર કરવાની પ્રક્રિયા જાતે જ શરૂ કરી દેવામાં આવી હતી.
સુરતના વરાછા સહિત અનેક વિસ્તારમાં પણ અસામાજિક પ્રવૃત્તિ કરતાં ઇસમોના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. વડોદરાના તાંદલજામાં વિસ્તારમાં મહિલા બુટલેગરના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં વસ્ત્રાલની ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. અમદાવાદના મનપસંદ જિમખાનામાં ડિમોલીશન કામગીરી કરવામાં આવી ત્યારે ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય હાજર રહ્યા હતા.
ગુજરાતના 7612 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 3264 બુટલેગરો, 516 જુગારી, 2149 શરીર સંબંધી ગુનો કરનાર, 958 મિલકત સંબંધી ગુનો કરનાર, 179 માઈનિંગ સંબંધી ગુનેગાર, 545 અન્ય અસામાજીક પ્રવત્તિ કરનારાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: દાઝેલા લોકો માટે આશીર્વાદ! અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું 10 મું સ્કિન ડોનેશન…
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે bulldozar, action, police, gujarati news, trendingઆવ્યા હતાં. ત્યારબાદ રાજ્યની પોલીસ સફાળા જાગી હોય તેમ રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું મિશન શરૂ કર્યુ છે. DGPના આદેશ બાદ તમામ ગુનેગારોના ઘર અને ગેરકાયદે દબાણો દૂર કરવા બુલડોઝરની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.