
અમદાવાદમાં ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) કેમ્પસમાં આજે IT સર્વર બિલ્ડિંગમાં આગ લાગવાની ચોંકાવનારી ઘટના બની. એક્ઝિટ ગેટ નજીકના ઉપલા માળે લાગેલી આગથી ભયનો માહોલ સર્જાયો હતો, જો કે આ દુર્ઘટનામાં કોઈ પણને જાનહાનિ પહોંચી નથી.
ઘટનાની જાણ થતાં શહેરના ફાયર વિભાગે તરત કાર્ય શરૂ કર્યું. ચાર ફાયર ટેન્કરો સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો. તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલી માહિતી પ્રમાણે આ આગ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ કારણ લાગે છે, પરંતુ વિગતવાર તપાસ ચાલુ છે.
IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન
આગથી કમ્પ્યુટર, સર્વર અને મહત્વના ઉપકરણો બળી ખાખ થઈ ચૂક્યા હતા, આ ઉપકરણો અંદર મહત્વોનો ડેટા પણ બળી ખાખ થઈ છે. અધિકારીઓ નુકસાનનું આકલન થઈ રહ્યું છે, આ દુર્ઘટનાથી ISRO ના કાર્યને નુકસાન પણ થઈ શકે તેમ છે.
2018માં પણ બની હતી આવી ઘટના
અમદાવાદ SACમાં 2018માં પણ શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. તે વખતે એન્ટેના ટેસ્ટિંગ વિસ્તારને નુકસાન થયું અને એક CISF જવાનને ધુમાડાથી તકલીફ થઈ હતી. આજની ઘટના તેની યાદ અપાવે છે.
આ પણ વાંચો…ભાઈબીજના દિવસે પ્રહલાદનગરમાં આગ ફાટી નીકળી, પાંચ દુકાનો બળીને ખાખ…