અમદાવાદના જીવરાજ પાર્કમાં એસી ગોડાઉનમાં આગ પછી દસથી વધુ વિસ્ફોટ

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં જીવરાજ પાર્કમાં રહેણાક વિસ્તારમાં આવેલા એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયદીમાં એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ થાતા આગની ઘટના બની.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, AC ગોડાઉનમાં એક પછી એક 10 થી પણ વધારે બ્લાસ્ટ થયા હતાં. અત્યારે સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ લેવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આગની કારણે આસપાસ રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો!
આપણ વાંચો: બીડની મસ્જિદમાં બ્લાસ્ટ: બે આરોપી વિરુદ્ધ યુએપીએ લગાવાયો
એક પછી એક 10 બ્લાસ્ટ થતા સ્થાનિક લોકો ગભરાયા
નોંધનીય છે કે, સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ નવરંગપુરા, જમાલપુર અને પ્રહાદનગર વિસ્તારની 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.
મળતી જાણકારી પણ આ ઘટનામાં ફાયર ફાયટરોએ એક માતા અને બે વર્ષના બાળકનું રેસ્ક્યૂ કર્યું હતુ. આગની આ ઘટનામાં એકનું મોત થયું હોવાની સૂત્રોએ આશંકા વ્યક્ત કરી છે, પરંતુ ઓફિસયલ હાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યાં નથી, પરંતુ લાખોનું નુકસાન થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આપણ વાંચો: ડીસા બ્લાસ્ટ કેસમાં વધુ એક મોતઃ ફેક્ટરી માલિકનું ભાજપ કનેક્શન બહાર આવ્યું…
આસપાસના વાહનોને આગની ચપેટમાં આવતા બળીને ખાક
સૌથી વધારે મહત્વની વાત એ છે કે, રહેણાંક વિસ્તારમાં એસીનું ગોડાઉન ચાલી રહ્યું હતું. જેમાં એક પછી એક એમ 10 બ્લાસ્ટ થયાં હતાં. જેથી સ્થાનિક લોકો ગભરાઈ ગયાં હતા.
બ્લાસ્ટ થતા આગે વિકરાળ બની અને આસપાસના વાહનોને પણ આગની ચપેટમાં લીધા હતા. અનેક વાહનો બળીને ખાક થઈ ગયાં હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસ અને સ્થાનિક તંત્રએ પણ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.