અમદાવાદમાં 24 કલાકમાં 5 અલગ અલગ જગ્યાએ લાગી આગઃ ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ ગઈ

અમદાવાદઃ ગુજરાતમાં પડી રહેલી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાદવાદમાં આગના અલગ અલગ બનાવાને કારણે ફાયર બ્રિગેડ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. અમદાવાદમાં પણ અત્યારે પાંચ જગ્યાએ આગની ઘટનાઓ બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વધી રહેલી ગરમીના કારણ આગની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદ શહેરમાં લાગેલી આગની વાત કરવામાં આવે તો વટવા જીઆઈડીસી ફેઝ-4 ની એક કેમિકલ ફેક્ટરી, ચંડોળા, વટવામાં આવેલી ઝુંપડપટ્ટી, પ્રહાદનગરની વિનસ એટલાન્ટિસ અને બાપુનગર વિસ્તારમાં આગ લગ્યાની ઘટનાઓ બની છે. જો કે, આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
વટવા જીઆઈડીસીની કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ
એક જ દિવસમાં પાંચ જગ્યાએ આગની ઘટનાઓ બની હોવાથી ફાયર બ્રિગેડની ટીમો દોડતી થઈ ગઈ હતી. નોંધનીય છે કે, આગની ઘટનાની જાણ થતાની સાથે જ દરેક જગ્યાએ ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. પ્રહલાદનગરમાં વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગના પાર્કિંગ આગની ઘટના બની હતી, જેમાં અનેક વાહનો બળી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જોતજોતામાં આગની ભારે વિકરાળ બની ગઈ હતી. આગને કાબૂમાં લેવાના કામગીરી હાથ ધરી દેવામાં આવી છે, પરંતુ આગનું કારણ હજી સામે આવ્યું નથી.
પ્રહલાદનગરમાં વિનસ એટલાન્ટિસની બિલ્ડિંગના પાર્કિંગ લાગી આગ
એક જ દિવસમાં પાંચ જગ્યાએ આગની ઘટનાઓ બની હોવાથી ફાયર બ્રિગેડની ટીમો દોડતી થઈ ગઈ હતી. નોંધનીય છે કે, આગની ઘટનાની જાણ થતાની સાથે જ દરેક જગ્યાએ ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. પ્રહલાદનગરમાં વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગના પાર્કિંગ આગની ઘટના બની હતી, જેમાં અનેક વાહનો બળી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જોતજોતામાં આગની ભારે વિકરાળ બની ગઈ હતી. આગને કાબૂમાં લેવાના કામગીરી હાથ ધરી દેવામાં આવી છે, પરંતુ આગનું કારણ હજી સામે આવ્યું નથી.
કાલુપુરમાં ફ્રૂટ્સ માર્કેટમાં આગ લાગતા 4 દુકાન બળીને ખાખ
ગુરુવારે મોડીરાતે એસજી હાઈવે પર આવેલા અંદાજ પાર્ટી પ્લોટમાં પણ આગની ઘટના બની હતી, જેમાં ડેકોરેશનનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. એટલું જ નહીં પરંત ગત રાત્રે 11:15 વાગ્યાની આસપાસ કાલુપુરમાં ફ્રૂટ્સ માર્કેટમાં પણ આગ લાગી હતી જેમાં ચાર દુકાન બળીને રાખ થઈ ગઈ હતી. ફ્રુટ્સ માર્કેટમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે કુલ 9 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને એક કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.
આ પણ વાંચો…અજમેરની નાઝ હોટેલમાં ભીષણ આગ, લોકોએ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા