અમદાવાદ

Gujarat માં નકલીની બોલબાલા, હવે કચ્છથી ઇડીની નકલી ટીમ પકડાઈ

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)અધિકારીઓથી લઈને ટોલનાકા સુધી નકલીની બોલબાલા છે. જેમાં પોલીસ અને સરકારી નકલી અધિકારીઓ અને નકલી ઓફિસો ઝડપાઇ  છે. તેવા સમયે હવે  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED) ની નકલી ટીમ પકડાઈ હોવાની માહિતી સાંપડી છે.  

જેમાં મળતી માહિતી મુજબ ઇડીની આ નકલી ટીમ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી નાણાં ઉધરાવતા હતા. આ કેસમાં પૂર્વ કચ્છ પોલીસે અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરી છે.  જેમાં આ ટીમના લોકો અમદાવાદ, ભુજ સહિત રાજ્યના અનેક શહેરોમાં ઇડીના નકલી અધિકારી બનીને વેપારીઓ પાસેની નાણાં ઉધરાવતા હતા.

આપણ વાંચો: ગુજરાતમાં એક વર્ષમાં 20 નકલી અધિકારી પકડાતા કૉંગ્રેસે શું કરી માંગ? જાણો

કુલ આઠ લોકોની પોલીસે અટક કરી છે

જો કે આ અંગે  પોલીસે  કોઈ સત્તાવાર વિગતો આપી નથી. પરંતુ સૂત્રોનો દાવો છે કે ઇડીના નકલી ઓફિસર બનીને આ લોકોએ ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગપતિ પાસેથી નાણાં ઉધરાવ્યા છે. આ ટીમમાં અમદાવાદના બે, ભુજના એક અને અન્ય સ્થાનોએથી મળીને  કુલ આઠ લોકોની પોલીસે અટક કરી છે. તેમજ તેમની પૂછતાછ કરવામાં આવી રહી છે.  

આપણ વાંચો: સુરતમાં સ્પેશિયલ 26! નકલી અધિકારી બની હીરા વેપારીને પાસે 8 કરોડ ખંખેર્યા, કઈક આ રીતે જમાવ્યો રોફ

મીડિયા અહેવાલ મુજબ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.ચુડાસમાએ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. તેમજ આ અંગે સત્તાવાર હકીકતો પછી આપવામાં આવશે તેમ જણાવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button