
અમદાવાદ: છેલ્લા 4 મહિનાથી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનું શાંત પડેલું ચલણ ફરી ચર્ચામાં આવ્યું છે. આજે અમદાવાદની હાઈ-ફાઈ ગણાતી ઝેબર સ્કૂલ, મહારાજા અગ્રસેન સ્કૂલ, DAV ઈન્ટરનેશનલ સ્કૂલ તથા ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ખાસ વાત તો એ છે કે, આ ધમકીભર્યો ઈ-મેલમાં ‘અમિત શાહ’ના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધમકીભર્યો ઈ-મેલમાં શું લખવામાં આવ્યું?
17 ડિસેમ્બર, 2025ની સવારે 8:33 વાગ્યે અમદાવાદની ત્રણ સ્કૂલોને મુનરો ક્વિકલ નામના વ્યક્તિએ B0mB BIast @1:11PM વિષય સાથે ધમકીભર્યો ઈ-મેલ મોકલ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, અહમદાબાદ ધમાકે બ્લાસ્ટ-સ્કૂલ ટુ સાબરમતી જેલ તક
કેનાડામાં ભારતીય ફૂટ સોલ્જર્સ લોરન્સ બિશ્વોઈ દ્વારા હરદીપ સિંહ નિજ્જરના હત્યાકાંડ અને ખાલિસ્તાન રેફરન્ડમના આયોજકોના 900 દિવસ પૂરા થવા પર અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને નિશોનો બનાવવામાં આવશે. મુદ્દો ખાલિસ્તાન રેફરેન્ડમ છે. અટ્ટવાદી હિંદુ ગુજરાતી અમિત શાહને પરિણામ ભોગવવું પડશે.

ગૃહ પ્રધાન અમિત શાહના મતવિસ્તારની સ્કૂલોને ધમકી
અમદાવાદની જે હાઈ-ફાઈ સ્કૂલોને ધમકી મળી છે, તે અમિત શાહના લોકસભા વિસ્તારની સ્કૂલો છે. મળતી માહિતી મુજબ ધમકીભર્યા ઈ-મેલ મેળવનારી સ્કૂલોની સંખ્યામાં વધારો થયો છે. ધમકીભર્યો ઈ-મેલ મેળવનારી સ્કૂલોમાં વસ્ત્રાપુર વિસ્તારની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, થલતેજ વિસ્તારની ઉદગમ સ્કૂલ, બોપલ વિસ્તારની DPS તથા તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે.
શાળામાંથી વિદ્યાર્થીઓને રજા અપાઈ
ઈ-મેલમાં મળેલી ધમકી પ્રમાણે બપોરે 1:11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાની સંભાવના છે. જેને લઈને DEO દ્વારા વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડૉગ સ્ક્વોડને લઈને સ્કૂલો પર પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. સ્કૂલોના પરિસરમાં એમ્બ્યુલન્સ, ફાયરની ગાડી તથા રેસ્ક્યૂ વાન પહોંચી ગઈ છે. સાથોસાથ સ્કૂલની આસપાસના 50 મીટરના એરિયાને લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: અમદાવાદની કઈ 4 હાઈ-ફાઈ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ થઈ દોડતી ?



