અમદાવાદ પોલીસે ફરી શરૂ કરી ટ્રાફિક ડ્રાઇવ, કાયદામાં રહેવા માટે સૂચના | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદ પોલીસે ફરી શરૂ કરી ટ્રાફિક ડ્રાઇવ, કાયદામાં રહેવા માટે સૂચના

અમદાવાદઃ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આગામી તહેવારોની ખરીદી દરમિયાન લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત શહેરમાં ફરતા નંબર પ્લેટ વગરના વાહનો અને ડાર્ક ફિલ્મ લગાડેલા વાહનો અંગે સઘન કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ગઇ કાલે શહેરમાં 235 નંબર પ્લેટ વગરના વાહન અંગે ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે 159 જેટલા વાહનોની ડાર્ક ફિલ્મ પણ પોલીસ દ્વારા રિમૂવ કરવામાં આવી હતી.

અમદાવાદ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ પોલીસે નવરાત્રિ દરમિયાન કુલ 2826 જેટલા નંબર પ્લેટ વગરના અથવા મોડીફાઇડ નંબર પ્લેટ વાળા વાહનો ડીટેઈન કર્યા હતાં. સપ્ટેમ્બર 2025માં નવરાત્રિના તહેવારને ધ્યાને રાખીને અમદાવાદ શહેર વિસ્તારમાં, વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ દ્વારા કુલ 2826 જેટલા નંબર પ્લેટ વગરના અથવા મોડીફાઇડ નંબર પ્લેટ વાળા વાહનો MV Act Section 207 મુજબ ડીટેઈન કરવામાં આવ્યાં હતા.

નવરાત્રિમાં 2826 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવેલા

શહેરમાં જે લોકો પાસે નંબર પ્લેટ વગરના વાહનો હોય તેમને ખાસ ચેતવણી આપવામાં આવી હતી. લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ડાર્ક ફિલ્મ વાળી ગાડીઓ સામે પણ પોલી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જાહેર કર્યું છે. જેથી લોકોને ખાસ કાયદામાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ કહેલું છે કે, ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button