
અમદાવાદ: સોમવારે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ કરવામાં આવી રહી છે, એવામાં અહેવાલ છે કે આ બોમ્બ બ્લાસ્ટના તાર ગુજરાત સાથે જોડાયેલા હોઈ શકે છે. તાપસ એજન્સીઓને શંકા છે કે વિસ્ફોટ માટે વાપરવા આવેલું વિસ્ફોટક એમોનિયમ નાઈટ્રેટ ગુજરાતમાંથી આવ્યું હોઈ શકે છે.
નોંધનીય છે કે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો એ પહેલા એજન્સીઓએ હરિયાણાના ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સીટીમાં એક મોટા ટેરર મોડ્યુલનો પર્દાફાસ કર્યો હતો, આ દરમિયાન 2900 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપી ડોક્ટરો આટલી મોટી માત્રામાં પ્રમાણમાં એમોનિયમ નાઈટ્રેટ ક્યાંથી લાવ્યા એ અંગે તર્કવિતર્કો થઇ રહ્યા છે.
ગુજરાતમાં દરોડા:
તપાસ એજન્સીને શંકા છે કે કેમિકલ હબ ઉત્પાદનના ગણાતા ગણતા ગુજરાતમાંથી વિસ્ફોટકો ફરીદાબાદ પહોંચ્યો હોઈ શકે છે. આ અંગે તપાસ કરવા માટે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) એ ગુજરાતના વાપી અને અમદાવાદમાં આવેલી કેટલીક કેમિકલ ફેક્ટરીમાં દરોડા પડ્યા હતાં. શંકા છે કે આ ફેક્ટરીઓએ મંજુરી વગર ગેરકાયદે રીતે એમોનિયમ નાઈટ્રેટનું ઉત્પાદન કર્યું હોઈ શકે છે. ફોરેન્સિક લેબની ટીમે સેમ્પલ એકઠા કર્યા છે.
તપાસ એજન્સીની અલગ અલગ ટીમો વિસ્ફોટકોની ખરીદી અને પુરવઠા નેટવર્કમાં સામેલ લોકોને ઓળખવા માટે તપાસ હાથ ધરી રાહી છે. કેમિકલના ઉત્પાદન રેકોર્ડ, ટ્રાન્સપોર્ટ ડોક્યુમેન્ટ અને સપ્લાયર ચેઇનની તપાસ કરવામાં આવી રહી છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ એક્શનમાં:
જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરુવારે કાશ્મીરમાં પણ 13થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં એક ડૉક્ટર સહિત લગભગ 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે છેલ્લા બે અઠવાડિયામાં 500 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે.
આ પણ વાંચો…બિહારની ચૂંટણીમાં ભાજપ 86 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ, કોંગ્રેસ બે આંકડે પણ ના પહોંચી



