દાહોદ મનરેગા કૌભાંડ: બંને દીકરાની ધરપકડ બાદ બચુ ખાબડે Video જાહેર કરી કર્યો આવો ખુલાસો

અમદવાદ: દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કથિત કરોડો રૂપિયાના કૌભાંડ(Dahod MGNREGA scam) ની તપાસમાં મોટા માથાના નામ ખુલી રહ્યા છે. આ મામલમાં ગુજરાતના કૃષિ અને પંચાયતરાજ વિભાગના રાજ્ય પ્રધાન બચુ ખાબડ(Bachu Khabad) મુશ્કેલીમાં ફસાયા છે. પોલીસે તેમના બંને દીકરાની ધરપકડ કરી છે. એવાં પણ અહેવાલો છે કે તેમનું રાજુનામું માંગવામાં આવ્યું છે. એવામાં એક વિડીયો બહાર પાડીને બચુ ખાબડે આ મામલે સ્પષ્ટતા કરી છે, તેમણે આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં બચુ ખાબડે કહ્યું કે, આવા આક્ષેપો કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે, મારા પર હાઈકોર્ટમાં પહેલા બે વાર PIL દાખલ થઇ ચુકી છે, મને તેમાં ક્લીન ચીટ મળી ચુકી છે. 25 વર્ષથી રાજકરણમાં છું, ત્રણ વર્ષથી રાજ્યના પંચાયત પ્રધાન તરીકે કામ કરી રહ્યો છું, એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર થયો નથી, તમામ યોજના ઓનલાઈન છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી પાયા વિહોણા આરોપો લગાવે છે.
બચુ ખબડના બંને દીકરાની ધરપકડ:
દાહોદમાં 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડના મામલામાં શનિવારે બચુ ખાબડને મોટા દીકરા બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી, ગઈ કાલે સોમવારે બચુ ખાબડના નાના દીકરા કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત બચુ ખાબડના ભત્રીજા દિલીપ ચૌહાણની પાના ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટ વગર ફંડ અપાયું:
બચુ ખાબડના બંને દીકરા પર આરોપ છે કે તેઓ દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા પ્રોજેક્ટ્સ માટે મટીરીયલ પૂરી પાડતી કંપનીઓ સાથે સંકળાયેલા છે, બિડિંગ પ્રક્રિયામાંથી પસાર થયા વિના આ કંપનીઓને ફંડ આપવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે કોઈ કરાર ન થયો હોવા છતાં આ કંપનીઓને ફંડ આપવામાં આવ્યું હતું.
બળવંત અને કિરણે કરોડોની ઉચાપાત કરી:
જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસમાં 32 કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બળવંત શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપની સાથે સંકળાયેલો છે, આ કંપનીને 82 લાખ રૂપિયા મળ્યા હતા, જ્યારે કિરણની શ્રી રાજ ટ્રેડર્સને 30 કરોડ રૂપિયાથી વધુ ચૂકવવામાં આવ્યા હતા. જે કુલ રૂ.71 કરોડ કૌભાંડના 40% થી વધુ છે.
તપાસમાં જાણવા મળ્યું કે મંજૂર કરાયેલા મોટા ભાગના રસ્તાના કામો ક્યારેય પૂર્ણ થયા ન હતા. 2021-22 અને 2023-24 વચ્ચે ખોટા પ્રોગ્રેસ રીપોર્ટ આપીને કંપનીઓને ચૂકવણી કરવામાં આવી હતી.
જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, મનરેગાના કામોમાં તપાસના આદેશ મળતાં દેવગઢ બારિયા તાલુકાના કૂવા, રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમામોઇ ગામે તપાસ કરવામાં આવી હતી. ત્યારે કેટલાંક કામો અપૂર્ણ જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો…પીએમ મોદીના દાહોદ કાર્યક્રમમાંથી બચુ ખાબડની કરવામાં આવી બાદબાકીઃ રાજીનામું લેશે ભાજપ સરકાર?