અમદાવાદ

ગુજરાતમાં કોરોનાનો આંકડો 500ને પાર, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં હવે કોરોના કેસ સતત વધી રહ્યાં છે. બુધવારે એક જ દિવસમાં નવા વધુ 119 કેસ નોંધાયા છે. કોરાના કેસના આંકડાની વાત કરવામાં આવે તો, હવે ગુજરાતમાં કોરોના કેસ 508 થઈ ગયાં છે. જો કે, આ સંખ્યામાંથી માત્ર 4 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બાકીના દર્દીઓની હાલત વધારે ગંભીર ના હોવાથી તેઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે અને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. આંકડા પ્રમાણે 490 દર્દીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં એટલે કે 2025માં કુલ ત્રણ દર્દીઓના મોત થયાં છે.

અમદાવાદમાં કુલ 281 કેસ એક્ટિવ, 4 ટકા સારવાર હેઠળ

અમદાવાદના વાત કરવામાં આવે તો અત્યારે શહેરમાં બુધવારે કુલ 71 કેસ નવા નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં કુલ 401 કેસ નોંધાયા હતા જેમાંથી અત્યારે 281 કેસ એક્ટિવ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ 30 દર્દીઓની હાલતમાં સુધાર આવ્યો હોવાથી રજા આપી દેવામાં આવી છે. આ દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો, મધ્ય ઝોનમાં 3 કેસ, પશ્ચિમ ઝોનમાં 86 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95 કેસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 53 કેસ, ઉત્તર ઝોનમાં 12 કેસ, પૂર્વ ઝોનમાં 12 કેસ અને દક્ષિણ ઝોનમાં 20 કેસ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે.

ભારતમાં કોરોના કેસનો આંકડો 4000ને પાર પહોંચ્યો

ગુજરાતમાં અત્યારે માત્ર 4 ટકા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે, જ્યારે 490 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. કોરોના કેસને જોતા આરોગ્ય વિભાગ દ્વારા પણ સતર્કતા રાખવામાં આવી છે. જો કે, સાથે સાથે લોકોને પણ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. દેશભરની વાત કરવામાં આવે તો, કોરોનાનો આંકડો 4000ને પાર પહોંચી ગયો છે. જ્યારે ગુજરાત કોરોના કેસમાં દેશમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, તે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો….ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો: 24 કલાકમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 508 પહોંચ્યા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button