
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 4 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદની 20 વર્ષીય યુવતી શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા યુવતીને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી હતી. બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં છે.
કડીમાં પણ એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કલ્યાણપુરા રોડ પર દડી સર્કલ પાસે રહેતો એક યુવક પશુપાલનનો વ્યવસાય કરે છે. તેની તબિયત લથડતા તેને કડી શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકને તાવ અને શરદીના લક્ષણો જોવા મળ્યા હતા. ડોક્ટરને શંકા જતાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગુજરાતમાં મે મહિનામાં કોરોનાના કેટલા કેસ નોંધાયા
ગુજરાતમાં મે મહિનામાં કોરોના વાયરસના 38 કેસ નોંધાયા છે. જે પૈકી 31 એક્ટિવ કેસ છે. શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી, શારદાબેન, એલ.જી.હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગ થયું સક્રિય
ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું હતું. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે જ ઓક્સિજન ટેંક, પીપીઈ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ, 20 હજારની બે ઓક્સિજન ટેંક તૈયાર કરવામાં આવી હતી. રાજકોટ સિવિલમાં 20 બેડનો અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ગુજરાતમાં કોરોનાએ ફરી દસ્તક દીધી! એક્ટિવ કેસ 13 થતા આરોગ્ય વિભાગ સતર્ક…