કૉંગ્રેસની પદયાત્રા પોલીસે અટકાવી, અમિત ચાવડા સહિત કાર્યકરોની અટક

અમદાવાદઃ મંગળવારે શહેર પોલીસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સહિત ગુજરાત કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. કૉંગ્રેસે ખાનપુરમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય તરફ પદયાત્રા કરી રહી હતી.
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ફરિયાદની નોંધ લેવાનો દિલ્હી કોર્ટે ઇનકાર કર્યા બાદ, કોંગ્રેસે નહેરુ બ્રિજથી સત્યમેવ જયતેના નારા હેઠળ પદયાત્રાનું આયોજન કર્યું હતું.
આપણ વાચો: ખેડૂતોની માંગો નહીં સંતોષાય તો 2 મહિનામાં સિંહાસન ડગાવવાનો અમિત ચાવડાએ હુંકાર કર્યો
અમિત ચાવડાના નેતૃત્વમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો નહેરુ બ્રિજથી ભાજપ કાર્યાલય તરફ કૂચ કરવા ગયા હતા. જોકે, પુલના ખાનપુર છેડા પાસે, પોલીસે યાત્રા અટકાવી હતી. ચાવડા સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખ, કોર્પોરેટરો અને પાર્ટી કાર્યકરોને પણ અટકમાં લેવામાં આવ્યા હતા.
પોલીસે રસ્તાની બાજુમાં એક વાન મૂકી અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી. પાર્ટીના ઘણા કાર્યકરોને પોલીસ વાહનોમાં બેસવાનું કહેવામાં આવ્યું હતું, જેના કારણે કોંગ્રેસના સભ્યો અને પોલીસ વચ્ચે થોડી મિનિટો ઘર્ષણ થયું હતું. આ કારણે બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી.



