રાહુલ ગાંધીના અનામતના અંગેના નિવેદનના વિરોધમાં મુખ્ય પ્રધાન: કાળી પટ્ટી બાદ જોડાય ધરણાંમાં
અમદાવાદ: કોંગ્રેસના નેતા અને રાયબરેલી બેઠકના સાંસદ રાહુલ ગાંધીએ તેના અમેરિકા પ્રવાસ દરમિયાન તાજેતરમાં અનામતને લઈને આપેલા નિવેદનથી નવો વિવાદ છંછેડાયો છે.
રાહુલ ગાંધીના નિવેદનના વિરોધ ગુજરાતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ નિવેદનના વિરોધમાં ધરણાં કરવાની જાહેરાત કરી છે. આજે અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યાં હતાં, જેમાં મુખ્ય પ્રધાન પ્રધાન પણ જોડાયા હતા.
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા દ્વારા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામતને લઈને કરવામાં આવેલા નિવેદનને લઈ આજે અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યાં હતાં.
આ ધરણાં કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન પ્રથમ વખત કોઈ વિરોધ પ્રદર્શનમાં પ્રત્યક્ષ રીતે જોડાયા હતા. જો કે આ ધરણામાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભાજપના જ દલિત સાંસદ દિનેશ મકવાણા ગેરહાજર રહ્યા હતા.
આપણ વાંચો: નહેરુ-ગાંધીની ત્રણ પેઢીથી અનામતનો વિરોધ કરાઇ રહ્યો છે: બાવનકુળે
શહેર ભાજપ દ્વારા આજે અમદાવાદના સુભાષબ્રિજ ખાતે મૌન રેલી યોજવામાં આવી હતી. સાથે જ ધરણાં કાર્યક્રમના ભાગરૂપે આરટીઓ સર્કલ ખાતે રાહુલ ગાંધીના ફોટા સાથે કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સૂત્રો લખેલાં બેનરો પણ લગાવવામાં આવ્યાં હતાં.
રેલીમાં હાજર રહેલા ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમારે કહ્યું હતું કે જેને દેશની સંસ્કૃતિની ખબર નથી એવી વ્યક્તિ સાંસદ બની ગયા છે.
રાહુલ ગાંધીએ વિદેશ જઈ દેશની સંસ્કૃતિ એવાં SC, ST અને OBC જ્ઞાતિનો વિરોધ કર્યો છે. કોંગ્રેસનો ઇતિહાસ હમેશાં દલિતો અને બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ રહ્યો છે.
રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધની રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપે આ નિવેદન મુદ્દે રેલીઓ, ધરણાં અને વિરોધ પ્રદર્શનો યોજવાનું આયોજન પણ ઘડ્યું હોવાનું એક ભાજપના જ નેતાએ જણાવ્યું હતું.
અમદાવાદ સિવાય પાટણમાં પણ ભાજપ દ્વારા રાહુલ ગાંધીના અનામતને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈ ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.