રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં ફેરફાર; ગ્રેજ્યુએશન ફરજિયાત

અમદાવાદ: ગુજરાત સરકારની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના રેવન્યુ વિભાગ દ્વારા એક સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.
શૈક્ષણિક લાયકાત સ્નાતક કક્ષાની
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકાર હસ્તકની નોકરી માટેની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે રેવન્યુ તલાટીની ભરતીની નિયમમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ રેવન્યુ તલાટી વર્ગ 3ની જગ્યા માટે 12 પાસની શૈક્ષણિક લાયકાત માન્ય હતી પરંતુ હવે સરકારે રેવન્યુ તલાટી માટેની શૈક્ષણિક લાયકાત સ્નાતક કક્ષાની કરી નાખી છે.
ઉંમરમર્યાદામાં વધારો
આપણ વાંચો: ગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારોનું ઉગ્ર આંદોલનઃ 24,700 શિક્ષકની ભરતી કરવાની સરકારની જાહેરાત
તે ઉપરાંત રેવન્યુ વિભાગે ઉંમર મર્યાદામાં પણ વધારો કર્યો છે, પૂર્વે 33 વર્ષની ઉંમર મર્યાદા હતી તેને સ્થાને હવે 35 વર્ષની ઉંમરમર્યાદા કરી દેવામાં આવી છે. આ અંગે રાજ્યના રેવન્યુ વિભાગ દ્વારા એક સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.