અમદાવાદ

Chaitri Navratri: શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ચોટીલામાં આરતીનાં સમયમાં ફેરફાર

અમદાવાદ: હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે 30મી માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ સમય દરમિયાન શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે. ચૈત્રી નવરાત્રી પર દર્શનાર્થીઓની ભીડને ધ્યાને લઈને પાવાગઢ,અંબાજી બાદ ચોટીલામાં મંદિરનાં દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

એક કલાક વહેલો ખુલશે ડુંગરનો દ્વાર

ચૈત્રી નવરાત્રીને લઈને શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા દ્વારા વિશેષ સમય પત્રકની માહિતી આપવામાં આવી હતી. ચૈત્રી નવરાત્રી નિમિતે ચૈત્ર સુદ એકમ એટલે કે તા.30/03/2025 થી ચૈત્ર સુદ નોમ તા.06/04/2025 સુધી આરતીનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ચૈત્રી નવરાત્રી નિમિતે ચોટીલા ડુંગરનાં પગથીયાનો દ્વાર સવારે 5 કલાકે ખુલશે તેમજ સવારની આરતી સવારે 5:30 કલાકે થશે. જો કે સંધ્યા આરતીનો સમય રાબેતા મુજબ જ રહેશે, તેમજ મંદિરના ભોજનાલયમાં ભોજન-પ્રસાદ રાબેતા મુજબ બપોરે 11:00 થી 02:00 સુધી રહેશે.

આપણ વાંચો: ચૈત્રી નવરાત્રીને ધ્યાને લઈ પાવાગઢ અને અંબાજી મંદિરનાં સમયમાં ફેરફાર; જાણો વિગતો

અંબાજી મંદિરનાં સમયમાં ફેરફાર

પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રીનાં પ્રથમ નોરતે 30 માર્ચના રવિવારના રોજ સવારે સવા નવ કલાકે ઘટસ્થાપન કરવામાં આવશે.

તેમજ સવારે આરતી 7 થી 7:30, દર્શન સવારે 7:30 થી 11:30, રાજભોગ બપોરે 12 કલાકે, દર્શન બપોર 12.30 થી 4.30, આરતી સાંજે 7 થી 7.30, દર્શન સાંજે 7.30 થી 9 વાગ્યા સુધીનો સમય રહેશે.

તે ઉપરાંત ચૈત્ર સુદ આઠમ 5 એપ્રિલનાં દિવસે આરતીનો સમય સવારે 6 વાગ્યાનો રહેશે. તેમજ ચૈત્ર સુદ પુનમ 12 એપ્રિલના રોજ આરતીનો સમય સવારે 6 વાગ્યાનો રહેશે. તેમજ 6 એપ્રિલથી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.

આપણ વાંચો: ચૈત્ર મહિનો અને ચૈત્રીય નવરાત્રીનું આરોગ્યની દષ્ટિએ મહત્વ, જાણો શું કહે છે શાસ્ત્રો…

પાવાગઢ મંદિરનાં સમયમાં પણ ફેરફાર

ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢ મંદિરનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટનાં જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રીનાં પ્રથમ નોરતે 30 માર્ચનાં રોજ મંદિર સવારે ચાર વાગ્યે ખુલશે, તેમજ દર્શન સાંજે 8 વાગ્યે બંધ થશે.

ચૈત્ર સુદ આઠમ 5 એપ્રિલ, ચૈત્ર સુદ નવમી 6 એપ્રિલ તેમજ ચૈત્ર સુદ પુનમ 12 એપ્રિલના રોજ મંદિર સવારે ચાર વાગ્યે ખૂલશે. તે સિવાયનાં દિવસોમાં મંદિર સવારે 5 ન કલાકે રાબેતા મુજબ ખુલશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button