અમદાવાદ

અમદાવાદના ચંડોળા તળાવમાં થયેલા ડિમોલિશનનો આકાશી નજારો, જુઓ આ ડ્રોન વીડિયો

અમદાવાદ: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું. જેનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવો એક ડ્રોન વીડિયો શેર કરવામાં આવ્યો છે.

તંત્રએ પોલીસને સાથે રાખીને ચંડોળા તળાવ વિસ્તારમાંથી આશરે 12 હજાર જેટલા દબાણો દૂર કર્યાં છે. અહીં બાંગ્લાદેશીઓ ગેરકાયદે આવીને વસ્યા હતા એટલું જ નહીં પરંતુ ચંડોળા તળાવમાં પૂરણ કરીને લોકો ગેરકાયદે વસવાટ પણ કરી રહ્યાં હતાં. જેથી તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: ચંડોળા તળાવ ડિમોલિશનઃ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવામાં આવ્યા…

ચંડોળા તળાવ વિસ્તારમાંથી 12 હજાર જેટલા દબાણો હટાવાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, મેગા ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 14 JCB મશીન, 100 ટ્રક અને હિટાચી મશીનનો ઉપયોગ કરીને રોજનો 2 હજાર ટનથી પણ વધુ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ડિમોલિશન કરવામા આવ્યું અને તેમાંથી જે વેસ્ટનો ઉપયોગ પ્રોડક્ટ બનાવવા માટે કરવામાં આવશે.

આપણ વાંચો: અમદાવાદનું ચંડોળા તળાવ ગેરકાયદે બાંગ્લાદેશીઓનો અડ્ડો, ડિમોલિશનનો બીજો રાઉન્ડ આવતીકાલથી

ચંડોળા તળાવમાંથી આશરે 900 ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી

4 JCB, 27 Excavators તથા 90 ટ્રક વાહનો દ્વારા તળાવનો અમુક ભાગ અંદાજે ઉંડો ખાડો કરી આશરે 900 ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી છે. જેથી અહીથી જે માટી નીકાળવામાં આવી છે, તેનો વનીકરણ માટે ઉપયોગ કરવામાં આવશે.

એટલું જ નહીં પરંતુ ચંડોળા તળાવનો આધુનિક ઢવે વિકાસ કરવામાં આવશે. જેવી રીતે કાંકરિયા તળાવ પ્રવાસન સ્થળ બન્યું છે, તેવી જ રીતે ચંડોળા તળાવને વિકસિત કરવાના કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેથી ચંડોળા તળાવ ખાતે પણ લોકો આવી શકે અને એક પ્રવાસન સ્થળ જેવો લ્હાવો માણી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button