
અમદાવાદઃ હિન્દુ ધર્મમાં ચૈત્રિ નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે. તેની શરૂઆત આજથી થઈ છે. આ નવરાત્રિ શક્તિ, સાહસ અને સરાકારાત્મકના પ્રતીક માનવામાં આવતી દેવી દુર્ગાની પૂજા અર્ચના માટે મનાવવામાં આવે છે. પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા થાય છે. ગુજરાત સહિત દેશભરમાં માતાજીના મંદિરોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.
ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ પાવન દિવસોમાં વ્રત અને ઉપાસનથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં ચૈત્ર નવરાત્રિની સાથે હિન્દુ નવા વર્ષની શરૂઆત પણ થાય છે. તેને નવસંવત્સર પણ કહેવામાં આવે છે. આ દિવસને ગુડી પડવાના નામથી પણ ઓળખવામાં આવે છે. પડવાનો અર્થ પર્વ અને ગુડીનો અર્થ વિજય પતાકા થાય છે.
આ પણ વાંચો:
મહારાષ્ટ્રમાં ગુડી પડવો ધૂમધામથી મનાવવામાં આવે છે. ઘરના આંગણામાં ગુડી લગાવવાની પરંપરા છે. આ દિવસે મહારાષ્ટ્રમાં કેટલાક ખાસ વ્યંજન પીરસવાની અને ખાવાની પરંપરા છે. મહારાષ્ટ્રમાં પૂરણ પોળી બનાવવામાં આવે છે.
ચેટીચાંદ બે શબ્દોથી મળીનો બન્યો છે. ચેટીનો અર્થ ચૈત્ર અને ચાંદનો અર્થ ચંદ્ર થાય છે. ચૈત્ર મહિનામાં જયારે પ્રથમ વખત ચંદ્ર દર્શન થાય ત્યારે સિંધી સમુદાય ચેટીચાંદનો તહેવાર મનાવે છે. તેને ઝૂલેલાલ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સિંધી સમાજના લોકો ઝૂલેલાલ મંદિરમાં જઈને શ્રદ્ધા ભાવથી તેમની પૂજા કરે છે. સંત ઝૂલેલાલને લાઈ સાઈ, ઉદેરો લાલ, વરુણ દેવ, દરિયાલાલ પણ કહેવાય છે. ચેટીચાંદના દિવસે ભક્તો ઝૂલેલાલ ભગવાનની પ્રતિમા તેમના માથા પર ઉપાડે છે. જેને પરંપરાગત છેજ નૃત્ય પણ કહેવાય છે. ચેટીચાંદની સાંજે ગણેશ વિસર્જનની જે બહિરાણા સાહિબની જ્યોતિનું વિસર્જન કરવામાં આવે છે.