ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ: સાણંદમાં CG સેમીએ શરૂ કર્યું ભારતનું પ્રથમ OSAT યુનિટ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ: સાણંદમાં CG સેમીએ શરૂ કર્યું ભારતનું પ્રથમ OSAT યુનિટ

સાણંદઃ ભારત સાથે ગુજરાત પણ વિકસિત થવાની રાહ પર વિકાસ કરૂ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં વિકાસની એક નવી સિડી સર થઈ છે. જાણીતી એન્જિનિયરિંગ કંપની CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિમિટેડે તેની સહાયક કંપની CG સેમી પ્રાઇવેટ લિમિટેડે ગુજરાતના સાણંદમાં તેની પ્રથમ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધા શરૂ કરી દીધી છે. આથી CG સેમી પ્રાઇવેટ લિમિટેડ હવે ભારતમાં પ્રથમ પૂર્ણ-સેવા OSAT પ્રદાતાઓમાંની એક બની ગઈ છે. કંપનીનું કહેવું છે કે, આ ભારતની સેમિકન્ડક્ટર ક્ષમતાઓને મજબૂત બનાવવા અને આત્મનિર્ભર બનવાના દેશના ધ્યેયને ટેકો આપવા માટે મોટું પગલું છે.

આ પ્રોજેક્ટને રાજ્ય સાથે કેન્દ્ર સરકારનો પણ ટેકો મળ્યો

મહત્વની વાત એ છે કે આ સીજી સેમી પ્રાઇવેટના પ્રોજેક્ટને રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકારનો પણ ટેકો મળેલો છે. આ પ્રોજેક્ટને ખાસ કરીને રેનેસાસ અને સ્ટાર્સ માઇક્રોઇલેક્ટ્રોનિક્સ સાથે મળીને વિકસાવવામાં આવ્યો છે. સીજી સેમી પ્રાઇવેટ કંપની આગામી પાંચ વર્ષમાં ગુજરાતના સાણંદમાં બે અત્યાધુનિક સુવિધાઓ, G1 અને G2 સ્થાપવા માટે રૂપિયા 7,600 કરોડથી વધુનું રોકાણ કરવા જઈ રહી છે.

શું છે આ OSAT પ્રોજેક્ટ?

અત્યારે જે પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે તેમાં G1 પ્લાન્ટ આશરે 0.5 મિલિયન યુનિટ પ્રતિ દિવસની ટોચની ક્ષમતા પર કાર્યરત થશે. તે સંપૂર્ણ ચિપ એસેમ્બલી, પેકેજિંગ, પરિક્ષણ અને પોસ્ટ-ટેસ્ટ સેવાઓનું સંચાલન કરવા માટે સજ્જ છે. આ પ્લાન્ટમાં ઉચ્ચ-ઉત્પાદકતા ઉપકરણો, લેવલ 1 ઓટોમેશન અને ટ્રેસેબિલિટી માટે અત્યાધુનિક ઉત્પાદન એક્ઝિક્યુશન સિસ્ટમ (MES) અને વિશ્વસનીયતા અને નિષ્ફળતા વિશ્લેષણ માટે ઇન-હાઉસ પ્રયોગશાળાઓ છે. અત્યારે ISO 9001 અને IATF 16949 પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં છે. ઉદ્ઘાટન પછી વિવિધ પેકેજો પર ગ્રાહક લાયકાત પરિક્ષણો શરૂ કરવામાં આવશે. CG સેમી પ્રાઇવેટ, ISM પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા મુજબ, કેલેન્ડર વર્ષ 2026 માં વ્યાપારી ઉત્પાદન શરૂ કરવાનો પણ વિચાર કરી રહ્યાં છે.

આ પ્રોજેક્ટ અંગે સીજી પાવરના ચેરમેને શું કહ્યું?

આ પ્રોજેક્ટ મામલે વાત કરતા સીજી પાવરના ચેરમેને કહ્યું કે, ‘આ સુવિધા મારા માટે કે સીજી સેમી માટે વધુ મહત્વ ધરાવે છે. એટલું જ નહીં પરંતુ આ એક રાષ્ટ્રીય માટે પણ મોટી ઉપલબ્ધિ છે. આ સમજાવે છે કે કેવી રીતે સરકાર અને ઉદ્યોગ વડા પ્રધાન દ્વારા નિર્ધારિત વિઝનને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે દૃઢતા, મૂડી અને સ્કેલ સાથે એકસાથે આવી શકે છે. અમે અહીં બનાવેલી દરેક ચિપ ભારતની ટેકનોલોજીકલ સાર્વભૌમત્વ તરફ એક પગલું છે.’

આ પણ વાંચો…2800 કરોડનો સેમીકંડક્ટર પ્લાન્ટ તેલંગાણાથી ગુજરાત આવતાં રાજકીય ઘમાસાણ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button