ગુજરાતની CBSE શાળાઓના વિદ્યાર્થીઓ અને સંચાલકોને રાહત; અમદાવાદમાં શરૂ થશે રિજનલ ઓફિસ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતની CBSE શાળાઓના વિદ્યાર્થીઓ અને સંચાલકોને રાહત; અમદાવાદમાં શરૂ થશે રિજનલ ઓફિસ

અમદાવાદ: ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને સંચાલકો માટે મહત્વના સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અમદાવાદમાં રિજનલ ઓફીસ શરુ કરવા જઈ રહ્યું છે. જેને કારણે હવે CBSE સાથે જોડાયેલી શાળાઓના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓને રાજસ્થાનના અજમેરમાં આવેલી ઓફીસ સુધી નહીં જવું પડે, તેમની સમસ્યાનું સમાધાન અમદવાદમાં જ આવી શકાશે.

નોંધનીય છે કે વર્ષોથી CBSE સાથે સંકળાયેલી શાળાના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓને કોઈ નાની સમસ્યા માટે પણ અજમેરમાં આવેલી CBSEની રિજનલ ઓફિસે જવું પડતું હતું, જેને કારણે તેમને હેરાનગતિ થતી હતી. હવે CBSEએ અમદાવાદમાં ઓફીસ શરુ કરવા કાર્યવાહી શરુ કરી છે, જેના કારણે સમસ્યાનો ઉકેલ ઝડપથી અને સરળતાથી આવશે.

અહેવાલ મુજબ CBSE ના એક વરિષ્ઠ અધિકારી બુધવારથી અમદવાદની મુલાકતે આવ્યા છે, તેઓ શહેરમાં CBSEની ઓફીસ શરુ કરવા માટે પરિસ્થિતિની ચકાસણી કરી રહ્યા છે. અહેવાલ મુજબ એક મહિનાની અંદર ઓફિસ શરૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે અગાઉ પણ CBSEએ ગુજરાતમાં ઓફીસ શરુ કરવા માટેની યોજના બનાવી હતી, પરંતુ તે આગળ વધી શકી ન હતી. પરંતુ હવે અધિકારીની મુલાકાત બાદ અમદાવાદમાં ઓફીસ શરુ થવાની શક્યતા વધી ગઈ છે.

ક્યારથી શરુ થશે ઓફીસ:

CBSEએ સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અમદાવાદના ચાંદખેડામાં ઓફીસ શરુ કરવામાં આવી શકે. હાલ એક બિલ્ડીંગમાં એક કામચલાઉ રીતે ઓફીસ શરુ કરવામાં આવી શકે છે. કાયમી ઓફીસ માટે જમીન શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. અહેવાલ મુજબ નવેમ્બરમાં CBSEની અમદવાદ ઓફીસ શરૂ થઇ શકે છે.

સંચાલકોને મોટી રાહત:

અહેવાલ મુજબ ગુજરાતમાં CBSE સાથે સંકળાયેલી 590 શાળાઓ છે. આ શાળાઓના સંચાલકો ઘણા સમયથી અપીલ કરી રહ્યા છે કે ગુજરાતમાં CBSEની ઓફિસ હોવી જોઈએ.

સંચાલકોના જણાવ્યા મુજબ ગુજરાતની શાળાઓ માટે CBSE ની અજમેર ઓફીસ સાથે કામ કરવું મુશ્કેલ રહ્યું છે. નાના નાના પ્રશ્નો માટે, શાળા મેનેજમેન્ટને અજમેર ઓફીસનો સંપર્ક કરવો પડે છે, સમસ્યાનો ઉકેલ મેળવવામાં પણ વધુ સમય લાગે છે. પરીક્ષાઓ દરમિયાન વધુ તકલીફ પડે છે.

આપણ વાંચો:  નશા-મુક્ત ગુજરાત’ સંકલ્પ: ભરૂચમાં ₹ ૩૮૧ કરોડના ડ્રગ્સનો કરાશે નાશ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button