‘તહેવારમાં લૂંટ’: અમદાવાદની દુકાનમાં કાજુ કતરીના બોક્સ ચોરાયા, CCTV વાયરલ

અમદાવાદ: દિવાળીના તહેવાર પહેલાં અને તહેવાર દરમિયાન મીઠાઈઓનું વેચાણ વધી જાય છે, જેથી ભાવ પણ આસમાને પહોંચતા હોય છે. જોકે, દિવાળી પહેલાં મીઠાઈની ખરીદી નહીં, પરંતુ ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદમાં જાણીતી દુકાનમાંથી કાજુ કતરીના બોક્સની ચોરી થઈ હતી, જ્યારે તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. સમગ્ર મામલો શું છે? આવો જાણીએ.
કાજુ કતરીની ચોરીના સીસીટીવી ફૂટેજ
અમદાવાદના પાલડી વિસ્તારમાં સુખીપુરા ગાર્ડન પાસે આવેલી એક અમુલ પાર્લરની દુકાનમાં ચોર ઘૂસી આવ્યો હતો. દુકાનમાં પ્રવેશવા માટે ચોરે દુકાનની પાછળના ભાગમાં આવેલી વાડ પણ તોડી નાખી હતી. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે, ચહેરા પર કાળું કપડું બાંધીને ચોર દુકાનમાં પ્રવેશે છે. જેમાં ચોર સૌથી પહેલા રૂપિયાનું ડ્રોવર ખોલે છે અને તેમાંથી રોકડ રકમ ગણીને પોતાના ખિસ્સામાં મૂકે છે. ત્યારબાદ તે કાજુ કતરી અને ઘીના પાઉચ ચોરી લે છે. ચોરીની આ ઘટનાને લઈને પાલડી પોલીસે ફરિયાદ નોંધી છે.
સીસીટીવી ફૂટેજના આધારે પાલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મીડિયાને જણાવ્યું કે તહેવારોના દિવસો દરમિયાન લોકો બહાર ફરવા જાય છે. એવામાં ચોરીની ઘટનાઓ વધી જાય છે