Cash For Vote મામલે ઈડીએ અમદાવાદ એરપોર્ટ પરથી એક યુવકને ઝડપ્યો, દુબઈ ભાગવાની તૈયારીમાં હતો
અમદાવાદઃ મહારાષ્ટ્રમાં કેશ ફોર વોટ મામલે ઈડીએ અમદાવાદ એરપોર્ટથી એક યુવકને ઝડપ્યો હતો. આ યુવક દુબઈ ભાગવાની ફીરાકમાં હતો. અધિકારીઓએ જણાવ્યું કે, નાગની અકરમ મોહમ્દમ શફીને અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીએ રોક્યો હતો. તે કેશ ફોર વોટ મામલે દુબઈ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. તેની સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
7 નવેમ્બરે માલેગાંવ પોલીસ સ્ટેશન નાસિકમાં મર્ચેંટ કો ઓપરેટિંવ બેંકમાં 14 નવા ખાતામાં 100 કરોડ રૂપિયાથી વધારે રકમ જમા કરવાના મામલે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.. જયસ લોટનની ફરિયાદના આધારે ચા અને કોલ્ડ ડ્રિંક એજન્સી ચલાવનારા સિરાજ અહમદ હારુન મેમણ તથા તેના સાથીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
ફરિયાદકર્તાએ કહ્યું કે, મેમણે તેના દસ્તાવેજોનો ઉપયોગ બેંક ખાતા તથા નકલી સંસ્થા ખોલવામાં કર્યો હતો. બેંક ખાતામાં ગેરકાયદે લેવડ દેવડ થતી હતી.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં મતદાન વચ્ચે ‘બિટકોઈન’નું ભૂત ધૂણ્યુંઃ ગૌરવ મહેતાને ઘરે ઈડીના દરોડા
જેના આધારે આ ખાતાનો દુરુપયોગ ચૂંટણીમાં રૂપિયાન હેરફેર માટે કરવામાં આવશે તેવી અટકળો હતી. ધરપકડ કરવામાં આવેલા શફીના નિર્દેશ પર જ મેમને એક ડઝનથી વધારે બેંક ખાતા ખોલવા અને કથિત રીતે હવાલા દ્વારા 14 કરોડ રૂપિયાની કેશ જપ્ત કરી હતી. મહારાષ્ટ્ર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ માલેગાંવમાં આ મામલો ઉઠાવ્યો હતો, જેને વોટ જિહાદ કૌભાંડ ગણાવાયું હતું.
ઈડીએ પાડ્યા હતા દરોડા
મામલાને લઈ ગુરુવારે ઈડીએ ગુજરાત તથા મહારાષ્ટ્રમાં અનેક સ્થળે દરોડા પાડ્યા હતા. તેની સાથે જ માલેગાંવના આનંદ નગર વિસ્તારમાં એક કથિત હવાલા ડીલરના ઘરે પણ દરોડો પાડવામાં આવ્યો હતો.