અમદાવાદનો ગીરધરનગર બ્રિજ 29 દિવસમાં માટે બંધ! લોકોને પડશે હાલાકી | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદનો ગીરધરનગર બ્રિજ 29 દિવસમાં માટે બંધ! લોકોને પડશે હાલાકી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ કામકાજ માટે ગીરધરનગર બ્રિજ ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેકના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી તારીખ 23/08/2025થી તારીખ 20/09/2025 કુલ 29 દિવસ સુધી ચાલશે. જેથી કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ના સર્જાય તે માટે ગીરધરનગર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જે અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક્સ પર પોસ્ટ કરીને આ વિગતો શેર કરી છે.

ગીરધરનગર બ્રિજ વાહન વ્યવહાર માટે કરાયો બંધ

અમદાવાદ ટ્રાફિક પોલીસે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સાબરમતીથી વટવા સુધીનું પાયલોટીંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું કામ દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લી, કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામકાજ અંતર્ગત ગીરધરનગર બ્રિજ ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેકના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવશે. જેથી આગામી 29 દિવસ સુધી બ્રિજને બંધ રાખવામાં આવશે.

આ માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત

ગીરધરનગર બ્રિજ (બાબુ જગજીવનરામ બ્રીજ) ના બન્ને છેડા વાહન વ્યવહારની અવર-જવર માટે તારીખ 23/08/2025થી તારીખ 20/09/2025 કુલ 29 દિવસ સુધી પ્રતિબંધિત રહેશે. આ બ્રિજ બંધ કરવામાં આવ્યો તો સામે અન્ય વૈકલ્પિક માર્ગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા!

કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઇદગાહ સર્કલ થઇ અસારવા બ્રિજનો ઉપયોગ કરી ડાબી બાજુ થઇ બળીયા લીમડી ચાર રસ્તા થઇ સીવીલ હોસ્પીટલ તરફ જઇ શકશે. તેમજ અસારવા વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર પણ જઇ શકાશે.

શાહીબાગ ગીરધરનગર તરફથી આવતો ટ્રાફિક ગીરધરનગર સર્કલ કાલીકા માતાજીના મંદિર થઇ બળીયા લીમડી ચાર રસ્તા થઇ સિવીલ હોસ્પીટલ તેમજ અસારવા તરફના મુખ્ય માર્ગ તરફ જઈ શકશે. તેમજ કાલુપુર,પ્રેમ દરવાજા તરફ જવા માટે પણ અસારવા બ્રિજનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો…અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવાની શરૂઆત થઈ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button