અમદાવાદ

અમદાવાદમાં રૂપિયાની લેતીદેતી બાબતે બિલ્ડર પર ફાયરિંગ, તપાસનો ધમધમાટ શરૂ

અમદાવાદ: કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 જુલાઈના મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. રૂપિયા 8 કરોડની લેતીદેતીના મામલે બિલ્ડર પર તેના પૂર્વ ભાગીદારે જ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાએ શહેરમાં ગેંગવોર જેવો માહોલ સર્જ્યો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ ઘટના કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પટવાશેરી નજીક રાત્રે બની હતી. અહેવાલો અનુસાર બિલ્ડર નાસિરખાન ઉર્ફે ખન્ના પઠાણ પર તેમના પૂર્વ ભાગીદાર ઝહુરુદ્દીન નાગોરીએ પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. આ હુમલામાં નાસિરખાનને બે ગોળી વાગી, જ્યારે એક ગોળી રાહદારી ઉજેફને વાગી હતી. બંને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ નાસિરખાનની હાલત ગંભીર છે.

આપણ વાંચો:  વિશ્વાસની સિટ પર આટલો વિશ્વાસ! 11 A સિટના ભાવમાં વધારો તો પણ મુસાફરો કરી રહ્યા છે પડાપડી

સૂત્રોની જાણકારી પ્રમાણે નાસિરખાન અને ઝહુરુદ્દીન 2018થી 2021 સુધી કન્સ્ટ્રક્શનના ધંધામાં ભાગીદાર હતા. રૂ. 8 કરોડની લેતીદેતીને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો, જેના કારણે તેમની ભાગીદારી તૂટી ગઈ. નાસિરખાન વારંવાર ઝહુરુદ્દીન પાસે રૂપિયાની ઉઘરાણી કરતા હતા, જેના પરિણામે આ કૃત્ય સર્જાયું.

ઘટનાની જાણ થતાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. કારંજ પોલીસે ઝહુરુદ્દીન નાગોરી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. આરોપીની શોધખોળ ચાલુ છે, અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button