અમદાવાદમાં માત્ર 6 લાખમાં મળી રહ્યાં છે 1 BHK ફ્લેટ! જાણો શું કરવું પડશે | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં માત્ર 6 લાખમાં મળી રહ્યાં છે 1 BHK ફ્લેટ! જાણો શું કરવું પડશે

અમદાવાદઃ અમદાવાદમાં લોકો પોતાનું સપનું લઈને આવતા હોય છે. હવા, પાણી અને ખોરાક સાથે હવે રહેવા માટે છત પણ એટલી પાયાની જરૂરિયાત છે. જેથી મકાન માટે લોકો ખૂબ જ વલખા મારતા હોય છે. પરંતુ મકાનોના ભાવ અત્યારે આસમાને હોવાથી તેમને પોસાતા નથી. જેથી સરકાર દ્વારા આવા પરિવારો માટે સસ્તા દરે મકાન બનાવી આપવામાં આવે છે. અમદાવાદમાં ઔડા દ્વારા બનાવેલા 61 જેટલા કોઈને કોઈ કારણોસર ખાલી પડ્યાં છે જેને હવે વેચવા માટે કાઢવામાં આવ્યાં છે. આ 61 મકાનો બોપલ, મોટેરા, અમિયાપુર તપોવન સર્કલ નજીક અને દહેગામમાં આવેલા છે. જે પણ વ્યક્તિ આ મકાન માટે અરજી કરશે તેમાં ડ્રો કર્યા બાદ મકાનો આપવામાં આવશે. તો ચાલો જોઈએ શું છે તેની પ્રક્રિયા…

આ મકાન માટે કેવી પ્રક્રિયા રહેશે?

આ મકાનો 3.50 લાખ અને બાકીના 6 લાખના રૂપિયાએ વેચવામાં આવશે. જેના માટે તમારે ઔડાની સત્તાવાર વેબસાઇટ (https://www.auda.org.in) પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આગામી 2 ઓક્ટોબર સુધી આના માટે અરજી કરી શકાશે. જેમાં અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવશે. આના માટે અરજીકર્તાએ 200 રૂપિયા ફોર્મ ફી અને 7500 રૂપિયા ડિપોઝિટ ભરવાની રહેશે. ડ્રામાં નામ આવ્યાં બાદ મકાન જોઈ લેવાનું જો મકાન પસંદ ના આવે તો ફરી અરજી કરીને તેને રદ્દ કરાવી શકાશે. જો કે, તેના માટે 1000 રૂપિયા અલગથી વહીવટી કામ માટે આપવાના રહશે. મકાન મળ્યાં બાદ 1.5 વર્ષમાં 7 હપ્તામાં બાકીની રકમ ચૂકવવાની રહેશે.

આમાં કોણ અરજી કરી શકે?

આ મકાન લેવા માટે તે જ વ્યક્તિ અરજી કરી શકશે તેના કુટુંબની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હોય! જો તેનાથી વધારે આવક હોય તો અરજી માન્ય રહેશે નહીં. આ સાથે સાથે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જો અરજી કરનાર કે તેના પરિવારના નામે કોઈ અન્ય મકાન કે જમીન હોવી જાઈએ નહીં! અરજી કર્યા બાદ જો ડ્રામાં મકાન મળે છે તો મકાન જોયા બાદ બાકીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો કે, મકાનના દસ્તાવેજ મકાનની સંપૂર્ણ રકમ ભર્યા બાદ જ આપવામાં આવશે.

આ વ્યક્તિ અરજી નહીં કરી શકે!

પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાર ઘટક જેવા કે એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ, બેનીફીશીયરી લીડ કન્સ્ટ્રકશન, કેડીટ લીન્ક સબ સીડી અને ઈન સીટુ સ્લમ રીહેબીલીટેશનમાંથી કોઈપણ એક જ ઘટકમાં સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજનામાં કોઈ પણનો લાભ ના લીધો હો તે જ વ્યક્તિ આ મકાન માટે અરજી કરી શકશે. જો કે, આમાંથી કોઈ લાભ મળ્યો હોય તેમ છતાં પણ અરજી કરવામાં આવી તો તેની અરજી રદ્દ કરી દેવામાં આવશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button