અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ: શું બ્લેક બોક્સને તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે?

અમદાવાદઃ બારમી જૂનના અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત (Ahemdabad plane crash) થયું હતું. આ ઘટનામાં 279 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ આ દુર્ઘટના ક્યાં કારણોસર બની તે મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો હતો. ઘણા લોકો પૂર્વધારણા અને અટકળો લગાડી રહ્યા હતા. આ વચ્ચે ઘટના સ્થળેથી તપાસમાં બ્લેક બોક્સ તપાસ એજન્સી મળી આવ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બ્લેક બોક્સ નુક્સાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. નુકસાન વધું થયા હોવાથી ડેટા નીકાળવા માટે તેને અમેરિકા મોકલવું પડી શકે છે. સરકાર આ અંગે અંતિમ નિર્ણય લેશે. આ બ્લેક બોક્સમાં કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) અને ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR)નો સમાવેશ થાય છે.

એર ઈન્ડિયા (Air India) ફ્લાઈટ AI171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી વખતે ટેકઓફની થોડીક સેકન્ડોમાં મેઘાણી નગરના મેડિકલ કોલેજ હોસ્ટેલ પર ખાબકી હતી, જેમાં આગ લાગી હતી. વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક બ્રિટિશ-ભારતીય મુસાફર બચ્યો. દુર્ઘટનાના 28 કલાક બાદ બ્લેક બોક્સ મળી આવ્યું, જે નારંગી રંગનું હોય છે.

બ્લેક બોક્સની વિગતો

બ્લેક બોક્સમાં CVR અને FDR હોય છે. CVR કોકપિટની વાતચીત, રેડિયો કોલ અને અલર્ટ સાઉન્ડ રેકોર્ડ કરે છે. AI171નું વિમાન 2014નું હોવાથી, તેનું CVR ફક્ત 2 કલાકનું રેકોર્ડિંગ કરી શકે છે, જ્યારે FDR ઊંચાઈ, ઝડપ, દિશા અને કંટ્રોલ સરફેસની હિલચાલ જેવા હજારો પરિમાણો 25 કલાક સુધી રેકોર્ડ કરે છે. જો બ્લેક બોક્સ અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ને મોકલવામાં આવે, તો ભારતીય અધિકારીઓ તેની સાથે જશે.

આપણ વાંચો:  કચ્છમાં હજુ તો વરસાદી માહોલ જામ્યો ત્યાં જ વીજશોકમાં બેનાં મોત

તપાસકર્તાઓ દુર્ઘટનાની અંતિમ સેકન્ડોનું પુનર્નિર્માણ કરી રહ્યા છે. CVR દ્વારા કેપ્ટન સુમીત સભરવાલના ‘મેડે’ કોલ અને કોકપિટમાં ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંડેર સાથેની ચર્ચાની પુષ્ટિ થશે. FDR ફ્લાઈટના પાથ, ઝડપ અને એરોડાયનેમિક વર્તનની માહિતી આપશે. આ ડેટા દુર્ઘટનાનું કારણ, જેમ કે એન્જિન ફેલ્યોર કે ટેકનિકલ ખામી, નક્કી કરવામાં મદદ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button