અમદાવાદ

Gujarat માં જન્મ-મરણ નોંધણી ફીમાં 10 ગણો વધારો કરાયો

અમદાવાદઃ ગુજરાત(Gujarat)સરકારે જન્મ-મરણ નોંધણી ફીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 27મી ફેબ્રુઆરીથી નવા દર અમલી બન્યા છે. મૃત્યુના પ્રમાણપત્ર માટેની ફી રૂ.5થી વધારીને રૂ.20 કરવામાં આવી છે.

જન્મના દાખલા માટે અગાઉની રૂ.10ની ફી વધારીને રૂ.50 કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર, 30 દિવસથી મોડી નોંધણી માટે લેટ ફી રૂ.10થી વધારીને રૂ.50 કરવામાં આવી છે.

ખોટી માહિતી આપનાર વ્યક્તિને દંડ ફટકારાશે

આપણ વાંચો: Ahmedabad કોર્પોરેશનનો મોટો નિર્ણય, હવે આ સ્થળો પર જન્મના દાખલામાં સુધારા થઈ શકશે

જેમાં એક વર્ષથી મોડી નોંધણી માટે રૂ.100ની ફી લાગશે. આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. પ્રમાણપત્રો હવે ઇલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે. અગાઉ ‘નકલ’ શબ્દને બદલે હવે ‘પ્રમાણપત્ર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. ખોટી માહિતી આપનાર વ્યક્તિને રૂ.50થી રૂ.1000 સુધીનો દંડ થઈ શકે છે.

અધિકૃત અધિકારીની મંજૂરી મેળવવી આવશ્યક

રાજ્ય સરકારના સેક્રેટરીએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે આ સુધારા દ્વારા જન્મ અને મૃત્યુ નોંધણીની પ્રક્રિયા વધુ સ્વચ્છ, અસરકારક અને વ્યવસ્થિત બનશે. મોડી નોંધણી માટે રજિસ્ટ્રારના નિર્દેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પણ જિલ્લાના અધિકૃત અધિકારીની મંજૂરી મેળવવી આવશ્યક રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button