એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં આવી મોટી અપડેટ! તપાસ દરમિયાન મળ્યાં આવા સંકેત

અમદાવાદ: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન એઆઈ-171 12મી જુનના રોજ બપોરે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના મામલે હજી પણ તપાસ ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર થઈ ટેક ઓફ કર્યા બાદ થોડી જ ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું હતું. માત્ર 625 ફૂટ ઊંચાઈએ પહોંચ્યા બાદ 475 ફુટ પ્રતિ મિનિટની ગતિએ નીચે આવવા લાગ્યુ અને આંખના પલકારે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 260 લોકોનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
MayDay ના કોલ અને પ્લેન ક્રેશ વચ્ચે માત્ર 15 સેકન્ડનો સમય
પ્લેન ક્રેશ થયું તે પહેલા પાયલોટ સુમિત સભરવાલ અને કો-પાયલોટ ક્લાઈવ કુંદરે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને ‘મેડે’ કોલ કર્યો હતો. જોકે, ATC દ્વારા કોકપીટનો સંપર્ક કરવાનાના પ્રયાસોનો કોઈ જવાબ મળ્યો નહોતો. આ મામલે એક નવી જાણકારી પ્રકાશમાં આવી છે. આખરે શા માટે બન્ને વચ્ચે વાતચીત ના થઈ શકી? તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, પાયલોટ દ્વારા ‘મેડે’નો કોલ આપવામાં આવ્યો તેના અને પ્લેન ક્રેશ થયું તેના વચ્ચે માત્ર 15 સેકન્ડનો સમય જ હતો. તેનો અર્થ એવો થઈ શકે કે, એર ટ્રાફિક કંટ્રોલ પાસે ‘મેડે’ કોલનો જવાબ આપવા માટે માત્ર 15 સેકન્ડ હતી.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે હવે આ બાબતે પણ કરવામાં આવશે તપાસ, એજન્સી એલર્ટ…
પાયલોટ સભરવાલના છેલ્લા શબ્દો શું હતા?
પાયલોલ સભરવાલ પાસે 8200 કલાક સુધી ઉડાન કરી હોવાનો અનુભવ હતો. તેમનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયું હતું. સભરવાલએ છેલ્લા ‘મેડે’ કોલમાં કહ્યું હું કે, ‘Mayday… no thrust, losing power, unable to lift..” તેના બાદ પ્લેન ક્રેશ થઈ ગયું અને મોદી દુર્ઘટના બની ગઈ હતી. ‘મેડે’ લોકો વિમાનમાં આવેલી આપાતકાલિન સ્થિતિ માટેનો મેસેજ હોય છે. આ દરમિયાન વિમાનના પાયલોટ દ્વારા નજીકને એર ટ્રાફિક કંટ્રોલને મેસેજ મોકલવામાં આવે છે. પ્લેન ક્રેશ, મુસાફરો કે ક્રુ મેમ્બરની જાન ખતરામાં હોવી, એન્જિન ફેલ થવું, હવામાં ટક્કર થવી અથવા તો પ્લેન હાઈજેક થવું આવી સ્થિતિમાં ‘મેડે’નો મેસેજ પાયલોટ દ્વારા મોકલવામાં આવે છે. ‘મેડે’નો અર્થ એ છે કે તાત્કાલિક મદદની જરૂર છે. આ કોલમાં પાયલોટ દ્વારા તે રેડિયો પર ત્રણ વખત MAYDAY, MAYDAY, MAYDAY બોલવામાં આવે છે.
બન્ને એન્જિન ફેલ થવાની સંભાવનાઓને નકરી કાઢવામાં આવી
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વિમાનના બે એન્જિન ફેલ થયા હતા. તપાસ એજન્સીઓનું કહેવું છે કે બન્ને એન્જિન ફેલ થવા એ ખૂબ જ દૂર્લભ ઘટના છે. તપાસ કરતા લોકો દ્વારા આવી સંભાવનાઓને નકરી કાઢવામાં આવી છે. જેથી આ દુર્ઘટનામાં કઈ અન્ય કારણ પણ હોઈ શકે છે. તપાસકર્તાઓનું માનવું છે કે, કાં તો એન્જિનનો પાવર ખોવાઈ ગયો હતો અથવા સંપૂર્ણ વીજ નિષ્ફળતા થઈ હોય. બાકી બન્ને એન્જિન ફેલ થવાની સંભાવનાને અત્યારે તો નકારી દેવામાં આવી છે.