અમદાવાદના વેજલ પુરમાં અવાજ નીચો રાખવાનું કહેતા ત્રણ જણાએ ધમાલ મચાવી

અમદાવાદઃ અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળે છે. હજી વસ્ત્રાલમાં થયેલ અસામાજિક પ્રવૃતિઓ શાંત થયાને થોડા દિવસો થયા છે ત્યાં શહેરના વેજલપુર વિસ્તારમાંથી ઘટના સામે આવી છે. લાકડી અને ચપ્પા સાથે ત્રણ માણસો જુહાપુરાના સંકલિત નગર વિસ્તારમાં ફરતા હતા. રહીશો દ્વારા તેમને અવાજ ન કરવાનું કેહતા,લાકડી અને ચપ્પા દ્વારા પ્રહાર કરવાનું શરુ કર્યું હતું. સમગ્ર ઘટનાનો વિડીયો વાઈરલ થયો હતો જેના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર ત્રણ વ્યક્તિઓ, ફેઝાન એલીયાઝ પંડિત શેખ,મોહસિન એલીયાઝ હાઈટ અંસારી અને અરબાઝ દેસાઈ 22 વર્ષીય ફરઝાન કુરેશીના ઘર નજીક મોટેથી વાતચીત કરતા હતા, જે વેલ્ડીંગની દુકાનમાં કામ કરે છે. મોહસીન ઘાંચીએ તેમને શાંત રેહવાનું કેહતા, અંસારી ભડક્યો અને સામે દલીલ કરવા લાગ્યો.
ફરઝાન ઘરની બહાર નીકળતા જ ત્રિપુટી તેને ધમકાવવા લાગી અને તેમાં એક વ્યક્તિએ ચપ્પુ બહાર કાઢતા મોહસિન ઘરમાં જતો ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્રિપુટીએ ફરઝાનને પકડીને દલીલ કરી અને લાફા પણ માર્યા હતા. બાદમાં લાકડી સાથે નજીકમાં પાર્ક વાહનો ઉપર પણ તોડફોડ કરી.
ત્રિપુટી દ્વારા રહીશોને મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. વધુ રહીશોનો જમાવડો થતા સ્થળ છોડી ત્રિપુટી નાસી ગઈ હતી. સમગ્ર વિડીયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો છે. સ્થાનિક રહેવાસીઓએ દબાણ કરતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…અમદાવાદના વાડજમાં 30 રુપિયા માટે રિક્ષાચાલકે પ્રવાસીની કરી નાખી હત્યા