અમદાવાદઆણંદ (ચરોતર)

આણંદનો આનંદ છીનવાયોઃ પ્લેન ક્રેશમાં 33ના મોત, જિલ્લાવાર મૃતકોની યાદી

આણંદ, અમદાવાદ: અમદાવાદમાં ગઈ કાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્લેન ક્રેશની ઘટનામાં 265 લોકોના મોત થયાં છે. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. જે તમામના દુર્ઘટનામાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વિમાનમાં 217 મુસાફરો પુખ્તવયના અને 11 બાળકો તેમજ 2 નવજાત બાળકો સવાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પ્લેન ક્રેશની ઘટનાએ આણંદ જિલ્લાનો આનંદ છીનવી લીધો છે. પ્લેન ક્રેશમાં આણંદ જિલ્લાના કૂલ 33 મુસાફરોના પણ મોત નીપજ્યાં છે. જેથી આખા આણંદ જિલ્લામાં અત્યારે ભારે શોકનો માહોલ જોવા મળ્યો છે.

આણંદ જિલ્લાના કૂલ 33 મુસાફરોનું અકાળે મોત થયું જેની આણંદ જિલ્લા ભાજપ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા આણંદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના ક્યા ક્યા મુસાફરોનું મોત નીપજ્યું છે તેની યાદી જાહેર કરવામાં આવી છે. આ દુર્ઘટના જીવ ગુમાવેલા મૃતકોના પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આણંદ જિલ્લાના મૃતકોની યાદી

પ્લેન ક્રેશમાં જેમનું મોત નીપજ્યું છે, તેમની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે. કારણે કે, મોટા ભાગના લોકોઓ આગમાં જીવતા ભડથું થયાં છે. જેથી આ મૃતકોની ઓળખ પરિવારજનોના DNA ટેસ્ટ દ્વારા જ થઈ શકશે. જો કે, તેના માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, 265 લોકોનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના 6 લોકોના પણ મોત નીપજ્યાં

આ વિમાન દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના છ લોકોના પણ મોત નીપજ્યાં છે. અમરેલીની રિદ્ધી પડશાળાના લગ્ન રાજકોટના યુવાન સાથે થયા હતા. તેનો પતિ લંડનમાં રહે છે. જેથી તે લંડન પતિને મળવા જતી હતી અને પ્લેન ક્રેશમાં મોત થઈ ગયું હતું. અત્યારે તેના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. આ સાથે વડીયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળીયા, તોરી-રામપુર ગામના કાંતાબેન ધીરૂભાઈ પાઘડાળ અને તેમની પૌત્રી નવ્યા પાઘડાળ સહિત મૂળ અમરેલીના બાબુબાઈ હીરપરા અને તેમના પત્ની વિમળાબેન બાબુભાઈ હીરપરાનું પણ આ પ્લેન દુર્ઘટનામાં મોત થયું છે.

આપણ વાંચો:  અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ચરોતરના 50 લોકો માર્યા ગયા, એક ડૉક્ટર અને 15 મહિલાનો સમાવેશ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button