અમદાવાદ

ગુજરાતના લાખો પશુપાલકોને ‘ડબલ’ ફાયદો: અમૂલે દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો, દાણના ભાવ ઘટ્યા

અમદાવાદ: અમૂલ ડેરીએ લાખો પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૧૦ વધારો કરવામાં આવ્યો છે, આ સાથે પશુ દાણના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ડેરી સાથે સંકળાયેલા સાત લાખ પશુપાલકોને ફાયદો થશે.
સુત્રોએ આપેલી જાણકારી મુજબ આ પહેલા અમૂલ ડેરીએ છેલ્લે 1 ઓગષ્ટ 2023ના રોજ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૩૦નો વધારો કર્યો હતો, હવે ૨૦ મહિના બાદ રૂ.૧૦નો વધારો કરવામાં આવ્યો છે. હવે અમૂલ ડેરી પશુપાલકોને પ્રતિ કિલો ફેટ રૂ.૮૫૫ને બદલે રૂ.૮૬૫ ચુકવશે.

નોંધનીય વાત એ છે કે અમુલ ડેરીના ઇતિહાસમાં પહેલીવાર દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દાણની ૭૦ કિલોની એક ગુણના ભાવમાં રૂ.૩૫નો ઘટાડો થયો છે, જ્યારે ૫૦ કિલોની ગુણ ૨૫ રૃપિયા સસ્તી થઇ છે.

અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને અંગે માહિતી આપી હતી. દૂધના ખરીદ ભાવમાં વધારાની અસર ગ્રાહકો પર નહીં પડે.નોંધનીય છે કે થોડા દિવસો પહેલા બનાસ ડેરીએ દૂધ ખરીદ કિંમતમાં વધારો કર્યો હતો.

આ પણ વાંચો….બનાસ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો કોને થશે ફાયદો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button