અમદાવાદ

અમેરિકન પરિવારને અમદાવાદમાં રહેવામાં પડી રહી છે શું મુશ્કેલી ? સોશિયલ મીડિયા પર માગી મદદ

અમદાવાદઃ અમેરિકાથી એક પરિવાર અમદાવાદમાં રહેવા માટે આવ્યો છે. સોફ્ટવેર કંપનીમાં કામ કરતા એક અમરેકી વ્યક્તિ પોતાના પરિવાર સાથે અમદાવાદમાં આવ્યો છે. પરંતુ અહીં તેમને અહીં મુશ્કેલીઓ થઈ રહી હોય તેવી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. ગુજરાતમાં આવ્યાં પછી કોઈ પણ વ્યક્તિને મોટા ભાગે કોઈ મુશકેલીઓ આવતી નથી. આ વ્યક્તિ જે અમેરિકાથી આવ્યો છે તેણે શું સમસ્યા આવી રહી છે? ચાલો વિગતે જોઈએ…

અમદાવાદામાં રહેવા માટે આવ્યો અમેરિકી પરિવાર

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા અમેરિકી વ્યકિતએ લખ્યું કે, ‘હું અમેરિકન છું અને સોફ્ટવેર ઉદ્યોગમાં કામ કરું છું અને મારા જીવનમાં ઘણી વાર અમદાવાદની મુલાકાત લીધી છે. મને આ શહેર ખૂબ ગમે છે અને લોકો ખૂબ જ મૈત્રીપૂર્ણ અને સ્વાગત કરનારા છે. તાજેતરમાં જ હું અને મારો પરિવાર મારા એમ્પ્લોયર (શીલા) વતી લગભગ એક વર્ષ માટે અહીં રહેવા આવ્યા છીએ. અમે લગભગ એક મહિનાથી અહીં છીએ અને સ્થાયી થવાનું શરૂ કરી રહ્યા છીએ’.

અમેરિકી પરિવાર ગુજરાતી શીખવા માટે ઉત્સુક

આ વ્યક્તિએ સોશિયલ મીડિયા દ્વારા સ્થાનિકોને વિનંતી કરી છે કે, ‘અમારે આ વાતાવરણમાં સેટ થયું છે. તેણે કહ્યું કે, હું અને મારો પરિવાર હજી ભારતના સંસ્કૃતિ સાથે જોડાવા માંગીએ છીએ. ઓફિસમાં મિત્રો છે કે, પરંતુ પરિવાર સાથે હજી કોઈની ઓળખાણ નથી થઈ. અમારે ગુજરાતી શીખવી છે. શું ગુજરાતી શીખવાડી શકે તેવો કોઈ શિક્ષક અમને મળી શકે? હું એ પણ જાણવા માંગુ છું કે શું એવી કોઈ સામાજિક પ્રવૃત્તિઓ છે જ્યાં વિદેશીઓનું સ્વાગત કરવામાં આવતું હોય? ક્યારેક મને લાગે છે કે આપણે અહીં એટલા અસામાન્ય છીએ કે લોકો આપણી પાસે આવતા ડરે છે’.

કોમેન્ટ બોક્સમાં લોકોએ ગરબા શીખવા માટે કરી ભલામણ

આ પોસ્ટ પર અનેક લોકો કોમેન્ટ પણ કરી રહ્યાં છે અને મદદ માટે પણ આગળ આવી રહ્યાં છે. કોઈ ગરબામાં જવા માટેનું કહે છે તો કોઈ પોતાને ત્યારે સ્થાનિક પ્રસંગમાં આવવા માટે પણ આમંત્રણ આપી રહ્યાં છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી કે, તમે આર્ટ વર્કશોપમાં જોડાઈ શકો છો. વાબી સાબીમાં કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓ માટે ઉત્તમ વાતાવરણ છે. તેઓ નજીકના ગરબા વર્ગોમાં પણ જોડાઈ શકે છે! તેઓ ખૂબ જ મજેદાર છે’.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button