Ahmedabad શહેરમાં કોર્પોરેશન દ્વારા અપાતું પાણી પીવાલાયક છે કે નહિ ? જાણો અહેવાલ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનના ટ્રીટમેન્ટ કર્યા બાદ નાગરિકોને પીવાનું પાણી પાઇપ લાઇન મારફતે પૂરું પાડવામાં આવે છે. જોકે, કોર્પોરેશન દ્વારા પૂરા પાડવા આવતું પાણી વાસ્તવમાં પીવાલાયક છે કે નહિ તે અંગે એક અભ્યાસ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે હાથ ધરવામાં આવેલા સંશોધન માટે વિવિધ વિસ્તારોના પાણીના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જોકે, તેમાં આશ્ચર્યજનક પરિણામો પ્રકાશમાં આવ્યા હતા. જેમા અનેક વિસ્તારોમા પાણીમા ટીડીએસનું (TDS)જોખમી પ્રમાણ જોવા મળ્યું હતું.આ ઉપરાંત પાણીમાં ક્લોરિન અને મેટલનું વધુ પડતું સ્તર જોવા મળ્યું હતું.
નાગરિકોના આરોગ્ય માટે ગંભીર
આ અભ્યાસના પરિણામોમાં જોવા મળ્યું હતું. શહેરમાં સપ્લાય કરવામાં આવતા પીવાના પાણીનું ટીડીએસનું પ્રમાણ વિસ્તાર મુજબ બદલાય છે. જેમાં અનેક વિસ્તારોમાં ટીડીએસનું પ્રમાણ મંજૂર ધોરણો કરતા વધુ જોવા મળ્યું છે. જે નાગરિકોના આરોગ્ય માટે ગંભીર સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો: આજથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ, સિંધીઓના નવા વર્ષની પણ શરૂઆત…
જ્યારે અમુક વિસ્તારોમાં પાણીમાં ક્લોરિનના લીધે એસિડિક પણ છે. જે નાગરિકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ઉભી કરે છે. આ અભ્યાસમાં પાણીમાં અન્ય તત્વોના મૂલ્યાંકન કરવા માટે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (COD)અને બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD)પરીક્ષણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. COD પરીક્ષણ પાણીમાં ભારે પદાર્થો શોધી કાઢે છે. આ દૂષકો કેન્સરગ્રસ્ત કોષો અને કિડનીમાં પથરી સહિત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરી શકે છે.
અનેક વિસ્તારોમાં ટીડીએસનું પ્રમાણ વધુ
આ ઉપરાંત પાણીના પીપીએમ લેવલની વાત કરીએ તો ત્રણ વિસ્તારોના તેનું પ્રમાણ વધારે છે. જેમાં રાણીપ 949 ppm,ત્યારબાદ ઉત્તર બોપલ 670 ppm અને સેટેલાઇટ 619 ppm છે. આ વિસ્તારોમાં ખતરનાક રીતે ઊંચું TDS સ્તર છે. પાણીમાં ધાતુના ઘટકો અને ક્લોરિનની વધુ માત્રા પણ છે. જ્યારે બીજી તરફ નવરંગપુરામા 117 ppm અને નરોડા 155 ppm જેવા વિસ્તારોમાં TDS સ્તર વધુ સુરક્ષિત છે.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસમાં બદલીઓનો દોર યથાવત; વધુ 38 પોલીસકર્મીની આંતરિક બદલી…
કોર્પોરેશને બચાવ કર્યો
જોકે, આ અભ્યાસ બાદ કોર્પોરેશને આ પ્રકારના અહેવાલોને નકાર્યા છે અને કહ્યું છે શહેરમાં પૂરા પડાતા પાણીમાં કોઇ સમસ્યા નથી. કોઇક વિસ્તારમાં સ્થાનિક લેવેલે સમસ્યા હોઇ શકે છે. તેમજ કોર્પોરેશન પાણીને ટ્રીટ કર્યા બાદ લોકોના સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ્ય માત્રામાં ક્લોરિન મેળવે છે.
50-150 TDS વાળું પાણી ઉત્તમ
વિશ્વ આરોગ્ય સંગઠન 300 મિલિગ્રામ/લિટરથી નીચેના TDS સ્તરને પીવા માટે સલામત માને છે. ભારતીય માનક બ્યુરો મહત્તમ મર્યાદા 500 મિલિગ્રામ/લિટર નક્કી કરે છે. જ્યારે 50-150 મિલિગ્રામ/લિટર વચ્ચે TDS વાળું પાણી ઉત્તમ માનવામાં આવે છે.