અમદાવાદટોપ ન્યૂઝ

મેક ડોનાલ્ડસ પર એએમસીએ માર્યુ સીલ, એક જ જગ્યાએ બનાવતા હતા વેજ અને નોનવેજ…

અમદાવાદઃ ગુજરાતી લોકો જેટલા ધંધામાં નિપૂર્ણ છે એટલા ખાવામાં પણ છે. એટલા માટે જ ગુજરાતમાં ફુડ બિઝનેસ ધૂમ મચાવે છે. આપણાં ગુજરાતીઓ રોજ નવું ખાવાનું પસંદ કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ અમદાવાદ જેવા શહેરોમાં તો એક સમયે લોકો બહાર જ ખાવાનું પસંદ કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પિઝ્ઝા, બર્ગર અને સેન્ડવીચ જેવા ફાસ્ટ ફૂડ લોકો વધારે ખાતા હોય છે. પરંતું શું તમને ખબર છે તમને પીરસવામાં આવતું ભોજન વેજ છે કે નોનવેજ? આવી જ એક ઘટના પ્રહલાદનગર વિસ્તારમાં બની છે.

એક જ પ્રકારના સાધનો અને વાસણોથી બનતું હતું નોનવેજ અને વેજ!
અહીં પ્રહલાદનગરમાં વિસ્તારમાં સફલ પેગાસુસ બિલ્ડિંગમાં મેક ડોનાલ્ડસ આવેલ છે. ચોંકાવનારી વાત એ છે કે, અહીં વેજ અને નોનવેજ માટે એક જ જગ્યાનો ઉપયોગ કરવામાં આવતો હતો. વાસ્તવમાં વેજ માટે અને નોનવેજ માટે અલગ કિચન હોવું જોઈએ. પરંતુ અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં હતાં. અહીં તો કેટલાક લોકો નોનવેજને વેજ સમજીને ખાઈ ગયાં હશે! આ સમગ્ર બાબતે એએમસીમાં ફરિયાદ નોંધાઈ હતી, એટલું જ નહીં પરંતુ અનહાઇજેનીક સ્થિતિ પણ જોવા મળી હતી. નોનવેજ અને વેજ બનાવવા માટે સાધનો પણ એક જ વપરાતા હતા. જેથી ફરિયાદને ગંભીરતાથી લેતા અમદાવાગ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે.

છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં 198 એકમને નોટિસ ફટકારી
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે છેલ્લા સપ્તાહમાં 3 એકમો સીલ કર્યા છે. એક ગોતા વિસ્તારમાં આવેલી ક્રિશ્ના ડેરી, વેજલપુર શહજાનંદ કોમ્પલેક્ષ ખાતે આવેલા શ્રી આંબેશ્વર પ્રોવિઝન સ્ટોર્સ અને હવે પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ મેક ડોનાલ્ડસને સીલ મારવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ મ્યુનિસિપાલિટીએ છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ખાદ્યપદાર્થ વેચતાં વિવિધ 198 એકમને નોટિસ પણ આપી છે. આવી રીતે લોકોને વેજની જગ્યાએ નોનવેજ ખવરાવી દેવું કેટલું યોગ્ય? જે પણ વ્યક્તિ શહેરમાં હોટેલ, રેસ્ટોરેન્ડ કે ધાબા ચલાવે છે તેમને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તે આરોગ્ય વિભાગ સીલ મારવા માટે તૈયાર જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button