અમદાવાદ

એએમસીની મોટી કાર્યવાહી, બાકી મિલકત વેરો વસૂલવા 600થી વધુ મિલકતો સીલ કરી

અમદાવાદ: શહેરમાં મિલકત વેરો બાકી રાખનારા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કુલ 590 યુનિટોને સીલ કરવામાં આવ્યાં છે. આ સાથે સાથે આશરે 1.79 કરોડ રૂપિયાની બાકી મિલકત વેરાની રકમ પણ વસૂલ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી હેઠળ કુલ 600થી વધુ યુનિટો પર તાળાં મારી દેવામાં આવ્યાં છે. એએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે મિલકત વેરો ના ભરનારા લોકોમાં ફફડાય વ્યાપ્યો છે.

4.10 લાખ કરદાતાઓને WhatsApp રીમાઇન્ડર મોકલાયા

લાંબા સમયથી બાકી મિલકત વેરો રાખતા ઘણા મિલકત ધારકોને AMC દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નોટિસ આપવા છતાં પણ ટેક્સ ભરવામાં ના આવ્યો હોવાના કારણે તંત્ર દ્વારા સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, વારંવારની નોટિસ અને સમયમર્યાદા બાદ પણ ટેક્સ ન ચૂકવનારાઓને હવે કોઇ છૂટ આપવામાં નથી આવતી.

મળતી વિગતો પ્રમાણે આશરે 4.10 લાખ કરદાતાઓને WhatsApp રીમાઇન્ડર મોકલ્યા, જેમાં તેમને તેમના બાકી રહેલા મિલકત વેરા ચૂકવવા વિનંતી કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના નિર્દેશો પ્રમાણે જે એકમો દ્વારા ટેક્સ ચૂકવવામાં નથી આવ્યો તે એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આપણ વાચો: સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં, નિયમોના ભંગ બદલ 2,958 વાહનચાલકો સામે કડક કાર્યવાહી

​સારી વાત એ છે કે, વ્યાજ માફી યોજનાને પ્રોત્સાહન આપવા માટે, AMC એ અમરાઈવાડી, નિકોલ, ભાઈપુરા-હાટકેશ્વર, વસ્ત્રાલ, ઓઢવ, ગોમતીપુર-વિરાટનગર અને રામોલ-હાથીજણ એમ આઠ ચૂંટણી વોર્ડમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઝુંબેશના ભાગ રૂપે રિક્ષા-આધારિત આઉટરીચ દ્વારા લગભગ 35,000 પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

AMCના તમામ સાત ઝોનમાંથી કર વસૂલવામાં આવ્યો તેની વાત કરવામાં આવે તો, મધ્ય ઝોનમાં 2380 કરદાતાઓએ 3.60 કરોડ રૂપિયા, ઉત્તર ઝોનમાં 3243 કરદાતાઓએ 1.76 કરોડ રૂપિયા, દક્ષિણ ઝોનમાં 4550 કરદાતાઓએ 2.40 કરોડ રૂપિયા, પૂર્વ ઝોનમાં 4803 કરદાતાઓએ 2.90 કરોડ રૂપિયા, પશ્ચિમ ઝોનમાં 1988 કરદાતાઓએ 2.84 કરોડ રૂપિયા, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 4856 કરદાતાઓએ 5.89 કરોડ રૂપિયા અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 3067 કરદાતાઓએ 4.63 કરોડ રૂપિયાનો મિલકત વેરો ભર્યો છે. જેના કારણે એએમસીની તિજોરીમાં મોટી આવક નોંધાઈ છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button