AMCની ગાર્બેજ કલેક્શન વાને સર્જ્યો અકસ્માત! 7થી 8 રિક્ષાઓને લીધી અડફેટે, એકનું મોત | મુંબઈ સમાચાર

AMCની ગાર્બેજ કલેક્શન વાને સર્જ્યો અકસ્માત! 7થી 8 રિક્ષાઓને લીધી અડફેટે, એકનું મોત

અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં આજે વહેલી સવારમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં એક ડોર-ટુ-ડોક ચલાવતી ગાડીએ ભયંકર અકસ્માત સર્જ્યો હોવાના વીડિયો પ્રકાશમાં આવ્યાં છે. જમાલપુર પગથિયા પાસેથી સોના કટ પીસ સુધી ડોર-ટુ-ડોર ચલાવતી એક ગાડીએ અચાનક નિયંત્રણ ગુમાવતાં ભયાનક અકસ્માત થયો હતો. ડોર-ટુ-ડોક ચલાવતી ગાડીએ રસ્તાની સાઈડમાં ઊભેલી 7થી 8 રિક્ષાઓને અડફેટે લીધી હતી. જો કે, સ્થાનિકોએ ડાલી ચલાવતા ડ્રાઈવરને ફરાર થયા તે પહેલા જ ઝડપી લીધો હતો.

રસ્તાની સાઈડમાં ઊભેલી 7થી 8 રિક્ષાઓને મારી ટક્કર

અકસ્માતની ઘટના બનતા સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યાં અને પોલીસને જાણ કરી હતી. દુઃખની વાત એ છે કે, આ અકસ્માતમાં 50 વર્ષીય એક વૃદ્ધ મોહમ્મદભાઈનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. આ સાથે ત્રણથી ચાર લોકોને ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ડોર-ટુ-ડોક ચલાવતી ગાડીના ડ્રાઈવરને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. અકસ્માત સર્જનાર રાહુલ પરમાર નામના ડ્રાઇવરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી દેવામાં આવી છે.

અકસ્માતમાં 50 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળ પર જ મોત

મળતી વિગતો પ્રમાણે અત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા બે અન્ય ઘાયલો સાથે પૂછપરછ કરીને પોલીસે આગળની તપાસ કરશે. જો કે, ડ્રાઈવરની તો ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે.

આ પણ વાંચો…અમેરિકામાં ગુમ ભારતીય મૂળના 4 સિનિયર સિટિઝન મૃત હાલતમાં મળ્યા: કાર અકસ્માત બન્યો મોતનું કારણ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button