અમદાવાદ

Gujarat માં આંધી વંટોળ આવશે, કૃષિ પાકોમાં થશે નુકશાનઃ અંબાલાલની લેટેસ્ટ આગાહી…

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી મુજબ પશ્ચિમ હિમાલયમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જ્યારે રાજ્યના 7 શહેરોમાં પારો 40 ડીગ્રીને પાર જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈ આગાહી કરી છે. જે મુજબ, માર્ચના અંતમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં ભારે પવન ફૂંકાશે. આગાહી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો આવ્યો છે. અને ગરમીમાંથી રાહત મળી રહી છે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો જોવા મળશે. આ સાથે તેમણે એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ જણાવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદના આંબાવાડીમાં જાહેરમાં યુવકની કરી મારપીટ, કાયદો અને વ્યવસ્થા સામે સવાલ…

બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: Asaram ની છ મહિનાના હંગામી જામીન અરજી મામલે હાઇકોર્ટનો ચુકાદો અનામત

કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. માર્ચ મહિનાના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેજ પવનની ગતિના કારણે ઉભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે. અંબાલાલ પટેલની આગાહીથી ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button