અમદાવાદમાં વિમાન ક્રેશની મોટી દુર્ઘટના! મુખ્ય પ્રધાને યુદ્ધના ધોરણે મદદના આદેશ આપ્યાં | મુંબઈ સમાચાર

અમદાવાદમાં વિમાન ક્રેશની મોટી દુર્ઘટના! મુખ્ય પ્રધાને યુદ્ધના ધોરણે મદદના આદેશ આપ્યાં

અમદાવાદ: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં કુલ 100થી પણ વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે.

મુખ્ય પ્રધાને યુદ્ધના ધોરણે વ્યવસ્થા હાથ ધરવાની સૂચના આપી

મુખ્ય પ્રધાને આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી છે.

પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા અત્યારે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

આપણ વાંચો: મહેસાણામાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ, મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત…

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સંપૂર્ણ મદદની ખાતરી આપી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.

અત્યારે ઘટના સ્થળ પર ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર દુર્ઘટનામાં ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સવાર હોવાની આશંકા છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button