અમદાવાદ

અમદાવાદાની ઐતિહાસિક વીએસ હોસ્પિટલ જમીનદોસ્ત કરાશે! ગરીબોની આશા પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું

અમદાવાદઃ અમદાવાદમાં આવેલી એક હોસ્પિટલ કે જે ગરીબ, મધ્યમ વર્ગ અને પરપ્રાતના લોકો માટે આશીર્વાદરૂપ છે. એએમસી સંચાલિત આ વીએસ હોસ્પિટલ (VS Hospital)નું અત્યારે ડિમોલિશન (Demolition) કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક લોકોના રાજકીય અંહમને સંતોષવા માટે આ હોસ્પિટલનું ડિમોલિશન (VS Hospital Demolition) થઈ રહ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. અત્યારે ચિનાઈ પ્રસૂર્તિ ગૃહ (Chinai Maternity Hospital)થી ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ થયા છે કે, આ હોસ્પિટલ જર્જરિત હતી તેનું તંત્રને હવે ભાન થયું? આ પહેલા જ્યારે થોડી જ જર્જરિત હતી ત્યારે તેનું સમારકામ થઈ શકતું હતું! ત્યારે કેમ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ના આવી? અત્યારે માત્ર કેટલાક રાજકીય લોકોના અહમને સંતોષવા માટે આખી હોસ્પિટલ જે ગરીબ લોકો માટે આશાર્વીદ રૂપ છે તેને તોડી પાડવામાં આવી રહી છે તેવી સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે. શું આમ કરીને તંત્ર પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે? ચાલો જોઈએ આ અહેવાલમાં….

ગરીબો માટે બનેલી હોસ્પિટલની તંત્રની આંખે કેમ ખૂંચી?

આ હોસ્પિટલ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પ્રેરણાથી અને લોકોએ આપેલા દાનથી બની હતી. સ્થાનિકોનું કહેવું છે કે, ‘ગરીબો માટે બનેલી હોસ્પિટલની કેમ તંત્ર દ્વારા કોઈ જાળવણી કરવામાં ના આવી? જો અહીંથી રૂપિયા રળવાના હોત તો ચોક્કસથી સમારકામ થયું હોત! પરંતુ આ હોસ્પિટલ તો ગરીબોની સેવા માટે હતી એટલા માટે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નહીં અને અંતે હવે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે’. એટલું જ નહીં પરંતુ ચર્ચા એવી પણ છે કે, અનેક વખત રાજકીય ખટપટ, ડૉક્ટરોની મનમાની અને સ્ટાફની દાદાગીરી મામલે વિવાદમાં આવેલી છે. આ હોસ્પિટલ પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. જે ગરીબો માટે ખૂબ જ પીડાદાયી રહેવાનું છે.

હોસ્પિટલની આ જગ્યાએ હવે શું બનાવવામાં આવશે?

સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, વીએસ હોસ્પિટલના મેઈન બિલ્ડિંગનો મુખ્ય ભાગ તેમજ ચિનાઈ પ્રસૂતિ ગૃહને હેરિટેજ (Heritage Building) તરીકે જાળવી રાખવામાં આવશે. બાકીની આખી હોસ્પિટલને જમીનદોસ્ત કરવામાં આવશે. આ મામલે રાજકીટ ખટપટ હતી. જેથી આ હોસ્પિટલને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ડોમોલિશનની કામગીરી શરૂ કરી દેવાામાં આવી છે. પરંતુ હવે આ જગ્યાએ શું બનાવવામાં આવશે? શું ફરી અહીં હોસ્પિટલનું બાંધકામ કરવામાં આવશે? આ મામલે મેયર દ્વારા કોઈ ઉત્તર આપવામાં આવ્યો નથી. આખરે ભવિષ્યના કોઈ પ્લાન વિના જ કેમ ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું?

આપણ વાંચો:  112 વર્ષ જૂનો અંબિકા નદી પરનો બ્રિજ જોખમી હાલતમાં! સત્વરે સમારકામ કરવા આદેશ

જે તે સમયે કેમ હોસ્પિટલનું સમારકામ ના કરવામાં આવ્યું?

આ હોસ્પિટલ જર્જરિત હતી તે મામલે વર્ષો પહેલા ફરિયાદો થયેલી છે. એટલું જ નહીં પરંતુ આંદોલન પણ થયાં છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કેમ જે તે સમયે હોસ્પિટલનું સમારકામ ના કરવામાં આવ્યું? આ હોસ્પિટલ ગરીબો માટે હતી એટલા માટે સમારકામ ના થયું કે પછી આમાં પણ કોઈનો રાજકીય રોટલો શેકાવાનો હતો? પ્રશ્નો ઘણાં બધા થઈ રહ્યાં છે, પરંતુ તંત્રએ આંખ આડા કાન કરીને મૌન સેવ્યું છે! હવે આ ખુલ્લી કરાયેલી જગ્યાનો કઈ બાબતે ઉપયોગ કરવામાં આવશે તે અકબંધ છે. કારણ કે, કોઈ પાસે તેનો ઉત્તર છે જ નહીં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button