અમદાવાદમાં આ વર્ષે ગરમીએ રેકોર્ડ તોડ્યો; દિવાળી પર કેવું રહેવું હવામાન?
અમદાવાદ: આજથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે અને લોકોમાં તેની અનેરી રોનક જોવા મળી રહી છે. જો કે તહેવારોની આ સિઝન વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે. પણ આ વખતે હવામાન વિભાગની આગાહી વરસાદને લઈને નથી પરંતુ દિવાળીના તહેવાર પર વાતાવરણ સૂકું રહે તેવી આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિવાળીના તહેવાર દરમિયાન વરસાદ પડવાની શક્યતા નહિવત છે, આ સમય દરમિયાન આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. .
આપણ વાંચો: Ahmedabad માં વાતાવરણ પલટાયું, ઠંડા પવનો ફૂંકાયા, કડાકા ભડાકા સાથે વરસાદ
આ વર્ષે લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે. આ બધાની વચ્ચે ખુદ હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદે આ વખતે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. શહેરનું મહત્તમ તાપમાન 38.4 ડીગ્રી જ્યારે લઘુતમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું છે.
દિવાળીના તહેવાર વચ્ચે હવામાન વિભાગની આગાહીએ લોકોને રાહતનો અહેસાસ કરાવે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ડાયરેકટર એ.કે.દાસે આગાહી કરતાં કહ્યું હતું કે આગામી સપ્તાહ સુધી સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ આગામી સમયમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ દિશાથી ઉત્તર દિશામાં ફેરવાઇ છે. આ તરફ અમદાવાદના વાતાવરણમાં રેકોર્ડબ્રેક ગરમી જોવા મળી છે. જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડીગ્રી જ્યારે લઘુતમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું છે.